રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત દ્વારા અલગ અલગ આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં મેઘરાજાની સવારી ધીમી પડી ગઈ છે. ત્યારે હવામાન વિભાગના નિયામક ડો. મનોરમા મોહન્તીએ વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની શક્યતાઓ નહિવત છે.
વધુમાં તેમને જણાવ્યું કે, આવનારા પાંચ દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવા થી મધ્ય વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. ત્યારે બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું કે, 4 ઓગસ્ટ બાદ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે વરસાદને લઈને અલગ અલગ આગાહી કરી છે. મનોરમા મોહન્તીએ વેધર વોચ ગ્રુપની સાપ્તાહિક બેઠક વિડિયો કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં ઓગસ્ટમાં દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ નહિવત છે.
વધુમાં તેમને જણાવ્યું કે આગામી પાંચ દિવસોમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવા થી મધ્યમ વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ત્રણ દિવસ એટલે કે 5 ઓગસ્ટ સુધી મહેસાણા જિલ્લામાં નોંધણી લાયક વરસાદની શક્યતાઓ નહીવત છે.
ત્યારબાદ 6 ઓગસ્ટથી અનેક જિલ્લાઓમાં વાતાવરણ માં પલટો આવી શકે છે. હવામાં વિભાગની આગાહી મુજબ રાજ્યમાં છ થી આઠ ઓગસ્ટ દરમિયાન અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. પરંતુ અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં ચાર ઓગસ્ટ બાદ અનેક વિસ્તારોમાં વરસાદ ભુક્કા બોલાવી દેશે.
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ચોથી ઓગસ્ટ થી 10 મી ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે થઈ હતી ભારે વરસાદ પડી શકે છે. હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે કોની આગાહી સાચી પડશે. વરસાદનો ત્રીજો રાઉન્ડ આવતી કાલથી શરૂ થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment