રાજ્યમાં ફરી એક વખત વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, ગુજરાતમાં ફરી એક વખત મેઘતાંડવ ની તૈયારીઓ

208

હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા આજ પણ રાજ્યભરમાં વરસાદ રહેવાની સંભાવના છે. બે દિવસથી વરસાદી માહોલ ને લઈને ખેડૂતોમાં ખૂબ જ ચિંતા છે અને આજરોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે.ગુજરાત પર એક તરફ કોરોનાવાયરસ નો કેસ ચાલી રહ્યો છે તો બીજી તરફ રાજ્યમાં લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસતા ખેડૂતો સાથે લગ્ન આયોજકોને પણ ચિંતામાં વધારો થયો છે.

રાજ્યમાં ફરી એક વખત હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી ૨૪ કલાકમાં કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ગઈકાલે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે.

અને કમોસમી વરસાદથી ખેડૂતોના ઉભા પાકને નુકસાનની ભીતિ પણ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં આજે સુરત નવસારી ઉપરાંત તાપી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.શિયાળાની ઠંડીની સાથે વરસાદનું બેવડી ઋતુનો લોકોને અનુભવ કરી રહ્યા છે

અને વરસાદને લઈને શાકભાજી અને શેરડીના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!