હવામાન વિભાગની આગાહી : દેશમાં કેરળ બાદ હવે આ રાજ્યમાં બે થી ત્રણ દિવસમાં થઇ શકે છે વરસાદનું આગમન….

22

હવામાન વિભાગની આગાહી મુજબ દેશમાં સૌપ્રથમ ચોમાસાની શરૂઆત ઘેર રાજ્યથી થઈ હતી. હવે દેશમાં ધીમે ધીમે ચોમાસું રાજ્ય તરફ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન ગુજરાત રાજ્યમાં ચોમાસાની અસર જોવા મળી છે શુક્રવારની રાત્રે ગાંધીનગર, અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં વરસાદનું હળવાશ પડતું ઝાપટું આવ્યું હતું.

હવામાન વિભાગ કહેવું છે કે દેશમાં આગામી 24 કલાકમાં તમિલનાડુ, પાંડીચેરી, કર્ણાટક આ તમામ વિસ્તારોમાં વરસાદ પહોંચી શકે છે. દેશમાં હાલમાં દક્ષિણનાં રાજયોમાં ચોમાસા ની અસર વધારે દેખાઈ રહી છે.

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે થી ત્રણ દિવસમાં મુંબઈ શહેરમાં ચોમાસાનું આગમન થઇ શકે છે. હવામાન વિભાગના અંદાજ મુજબ મહારાષ્ટ્ર શહેરમાં જલ્દી પહોંચશે ચોમાસુ.

આ દરમ્યાન દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ પડશે. છેલ્લા છ વર્ષમાં ત્રીજી વખત એવું બન્યું છે કે ભારત દેશમાં ચોમાસું મોડું આવી હોય.

હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે કેરળ રાજ્યમાં 31 મે સુધીમાં ચોમાસાનું આગમન થવું જોઈએ તેના બદલે 2 જુને રાજ્યમાં ચોમાસાનું આગમન થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!