ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસ માટે આવ્યા માઠા સમાચાર,જાણો વિગતવાર

288

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠકોની પેટાચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ પેટા ચૂંટણી જીતવા એડીચોટીનું જોર કરી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારને જીતાડવા માટેની કવાયત શરૂ કરી દીધી છે.બંને પક્ષો દ્વારા અલગ-અલગ વિધાનસભાની બેઠકો પર ચૂંટણી ના કાર્યાલયના ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યા છે. આ સાથે મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે ના અલગ અલગ પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.

ગુજરાત રાજ્યમાં જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તોડ જોડ ની રાજનીતિ શરૂ થઈ જાય છે. ત્યારે પેટા ચૂંટણીમાં પણ આવું જોવા મળી રહ્યું છે. ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાય છે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપની સાથે જોડાય છે. પેટા ચૂંટણી પહેલા ગઢડા વિધાનબેઠક પર કોંગ્રેસની એક મોટો ફટકો પડયો છે.

એક માહિતી અનુસાર ખેડા વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ધોળા ખાતે ગોરધન ઝડફિયા ના હસ્તે ભાજપના કાર્યાલય ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે સમારોહમાં યોજવામાં આવેલા કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા મહિલા પ્રમુખ ભારતીય રાડિયા અને. આ કોંગ્રેસ માટે ખરાબ સમાચાર છે.

કોંગ્રેસના મોટા ગજાના નેતા અને GAS કેડરના અધિકારી રહી ચૂકેલા ભાણજી સોસા ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ભાણજી સોસા ભાજપનો ખેસ ધારણ કરતા ચર્ચાએ જોર પકડયું છે કે, ભાણજી સોસા કોંગ્રેસના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી હતી.

પરંતુ તેમણે પક્ષ દ્વારા ટિકિટ ન આપતા તેમણે પક્ષ ની સામે નારાજગી વ્યક્ત કરીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.આ બે દિગ્ગજ નેતા ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં ખૂબ જ મોટો ઝટકો લાગ્યો. અને આ ભાજપ માટે ખૂબ જ સારા સમાચાર છે.

આ નેતા ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં પડ્યું મોટું ગાબડું આના કારણે કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણી પર નુકસાન થઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!