લગ્નની ખુશીમાં છવાઈ ગયો માતમ..! એક સાથે 3 બહેનો વિધવા થઈ ગઈ… વરરાજા સાથે કારમાં જઈ રહેલા 3 જીજાજી અને કાકાનું દર્દનાક મોત… રસ્તામાં કંઈક એવું બન્યું કે…

Published on: 1:03 pm, Sat, 28 January 23

સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે શુક્રવારના રોજ મોડી સાંજે એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ભયંકર અકસ્માતની ઘટનામાં ત્રણ બહેનોએ પોતાના પતિ ગુમાવ્યા છે.

આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટના રાજસ્થાનના સરદારશહર જિલ્લાના રતનગઢ રોડ ઉપર સ્થિત રાણસર ગામમાં 9:30 વાગ્યાની આસપાસ બની હતી. અહીં એક બોલેરો કાર અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર તથા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તમામ લોકોએ ભેગા મળીને બચાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, લાલચંદ અને હરિ નામના બંને ભાઈઓના લગ્ન ગુરુવારના રોજ થયા હતા.

લગ્ન પછીની વિધિ કરવા માટે તેઓ જીવનદેસર જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં સામેથી આવતા ટ્રેલરે તેમની બોલેરો કારને જોરદાર ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં વરરાજાના કાકા અને વરરાજાના ત્રણ જીજાજીનું મોત થયું હતું. અકસ્માતની ઘટનામાં 29 વર્ષીય કાકા ગીરધારી લાલ જાટ, 36 વર્ષીય જીજાજી તારાચંદ, 30 વર્ષીય જીજાજી રુધારામ અને 32 વર્ષે જીજાજી સીતારામનું મૃત્યુ થયું છે.

પરિવારના ચાર સભ્યોના મૃત્યુ થતાં ચારેય બાજુ મહત્તમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા રુધારામ અને સીતારામ બંને સગા ભાઈઓ છે. સીતારામના મૃત્યુના કારણે બે દીકરાઓ અને એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

આ અકસ્માતની ઘટનામાં વરરાજો લાલચંદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો હાલમાં તેની હાલત નાજુક છે અને તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. સમગ્ર અકસ્માતની ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલા લોકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લગ્નની ખુશીમાં છવાઈ ગયો માતમ..! એક સાથે 3 બહેનો વિધવા થઈ ગઈ… વરરાજા સાથે કારમાં જઈ રહેલા 3 જીજાજી અને કાકાનું દર્દનાક મોત… રસ્તામાં કંઈક એવું બન્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*