સાબરકાંઠામાં તણોદ તાલુકાના દહેગામ ધનસુરા હાઇવે પર વડોદરા ગામ આવેલું છે. ત્યાં વહાણવટી માતાજીના મંદિરનું ઘણું વિશેષ મહત્વ છે. જણાવી દઈએ કે, વહાણવટી માતાજીનું મંદિર સમગ્ર તલોદ તાલુકા સહિત આસપાસના જિલ્લાઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
ભાવિકો કોઈપણ પ્રકારની સમસ્યા દુઃખ, દર્દ કે અન્ય તકલીફ હોય તો માતાજીની માનતા માને છે. માતાજી તેમના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. મિત્રો ભાવિકો પૂનમના દિવસે મંદિરે વિશેષ પૂજા થાય છે અને સાથે સાથે મંદિરે આવતા લોકો પૂનમના દિવસે ભોજન પ્રસાદ આપવાથી વહાણવટી માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
ભાવિકોને માતાજીની કૃપા અને આસ્થા પર અટૂત વિશ્વાસ છે. વહાણવટીમાં ભક્તોના દુઃખ દૂર કરી શકાય તેમના ભક્તો પર આશીર્વાદ વર્ષાવતા રહે અને માતાજીની શ્રદ્ધા આસ્થાથી ઘણા ભક્તો આર્થિક રીતે મજબૂત થવાના પુરાવા છે.
માતાજી મંદિરે આવતા તમામ ભક્તોની મનોકામના અવશ્યપણે પૂર્ણ કરે છે. લોકો દૂર દૂરથી તેમની માનતાઓ પૂરી કરવા માટે મંદિરે જતાં હોય છે અને તેમની માનતા પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે.
આ સાથે માનવજીવન દરમિયાન કોઈપણ પ્રકારની અન્ય સમસ્યા હોય તો ભાવિકો માનતા માને છે અને માતાજી દીવાના પગલે સ્વયં પ્રગટ થયેલા છે અને માતાજીના આશીર્વાદથી ની:સંતાન દંપતિને ત્યાં બાળકના જન્મ પણ થાય છે તેવા કિસ્સાઓ પણ છે.