મિત્રો, આપણો દેશ ભારત એક એવો દેશ છે જે અનેક દેવી-દેવતાઓને માને છે. પરંતુ, ભારતમાં એવા હજારો મંદિરો છે જે ફક્ત દેવી-દેવતાઓના આશીર્વાદથી જ આપણી દરેક મનોકામના પૂર્ણ કરે છે.
ભારતમાં આવેલા દરેક મંદિરનો અલગ અલગ ઇતિહાસ છે અને અલગ રહસ્ય પણ છે. જણાવી દઈએ કે, ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સુગાળા ગામે ખોડીયાર માતાજીનું મંદિર આવેલું છે. ખોડીયાર માતાજીના મંદિરમાં ભક્તો અલગ-અલગ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે.
આ મંદિરમાં ખોડીયાર માં આરતીના સમયે મગરના રૂપમાં આવીને ભક્તોને સાક્ષાત દર્શન આપે છે. મંદિરની બાજુમાં આવેલા તળાવમાં આરતીના સમયે મગર આવે છે અને ખોડીયાર માતાજીના મંદિરમાં દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શન કરવા માટે પણ આવે છે. આ મંદિરમાં રહેવા તથા જમવાની સગવડ પણ આપવામાં આવે છે.
મંદિરમાં માનતા રાખવાથી પુત્ર પ્રાપ્તિની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે અને લોકો માનતાના બાળકોના ફોટા પણ ત્યાં મુકતા હોય છે. આ મંદિરમાં ખોડીયાર માતાજી હાજરાહજૂર બિરાજમાન છે. તેથી મંદિરમાં આવતા દરેક શ્રદ્ધાળુ માતાજીના દર્શન કરતા હોય છે આશીર્વાદ લેતા હોય છે અને તમામ દુ:ખડાઓ અને તકલીફો માતાજીના ચરણો મૂકીને જતા હોય છે.