કોરોના કાળમાં મોરવાહડફ ની ચૂંટણી પ્રચાર માં ભાજપની ડીજેના તાલ સાથે વિશાળ બાઇક રેલી, કોરોના માર્ગદર્શિકા ના ખુલ્લેઆમ ધજાગરા.

Published on: 4:28 pm, Wed, 14 April 21

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કર્યા બાદ ગુજરાત કોરોના વાયરસના ભરડામાં બરાબરનો ફસાયો હતો. કોરોના મહામારી એ ગુજરાતની બરાબરની બાનમાં લીધી છે. લોકોને બચાવવા માટે કોરોના માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું વારંવાર જણાવવામાં આવી રહ્યું છે.

પરંતુ હાલના દૃશ્યો સામે આવ્યા છે જે જોયા પછી તમને રીતસર નેતાઓ પર ગુસ્સો આવી શકે છે. ચૂંટણીપંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી રદ કર્યા પછી પણ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ની ચૂંટણીમાં ભાજપ દ્વારા એક વિશાળ બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું છે.

કોરોના મહામારીમાં ભાજપની બાઇક રેલી થી ચારે બાજુ હોબાળો મચ્યો હતો.મોરવાહડફ ની ચૂંટણીમાં ભાજપ દ્વારા ડીજેના તાલ સાથે બાઇક રેલી કરીને પ્રચાર-પ્રસાર કરતું હોવાનું સામે આવ્યું છે.

ભાજપના કાર્યકરોએ બાઈક પર રીતસર માસ્ક વગર નજરે પડ્યા છે. મોરવાહડફ ની વિધાનસભાની પેટાચૂંટણીમાં કોરોના માર્ગદર્શિકા ના ધજાગરા ઉડ્યા છે.

આ વિશે માહિતી માહિતી પ્રમાણે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ પેટા ચૂંટણીનો પ્રચાર અંતિમ ચરણમાં પહોંચી ગયો છે ત્યારે ભાજપ દ્વારા મતવિસ્તારમાં ભવ્ય બાઈક રેલી યોજવામાં આવી છે.

ભાજપની બાઇક રેલીમાં અમુક કાર્યકરો માસ્ક નથી પહેરેલ. શું નેતાઓને કોરોના માર્ગદર્શિકા ના નિયમો પાળવાના નથી હોતા? શું કરું નિયમ માત્ર જનતા માટે જ બનાવવામાં આવી રહ્યા છે અને અહીં ભાજપે બાઇક રેલી કાઢીને કોરોના માર્ગદર્શિકાનો ભંગ કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના કાળમાં મોરવાહડફ ની ચૂંટણી પ્રચાર માં ભાજપની ડીજેના તાલ સાથે વિશાળ બાઇક રેલી, કોરોના માર્ગદર્શિકા ના ખુલ્લેઆમ ધજાગરા."

Leave a comment

Your email address will not be published.


*