ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સુસાઈડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક સામૂહિક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં અમદાવાદ નજીક આવેલા ધોળકા તાલુકાના એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પીને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો.
પરિવારે સુસાઇડ જેવું પગલું શા માટે ભર્યું તેની કોઈ સચોટ માહિતી સામે આવી નથી. આ સામુહિક સુસાઇડમાં પિતા અને પુત્રનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે માતા અને નાની દીકરાની હાલત ખૂબ જ ગંભીર છે અને તેમની સારવાર ચાલુ છે.
ઘટનાની માહિતી મળતા જ ધોળકા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૂળ મહેસાણાના અને UGVCLમાં નોકરી કરતા કિરણભાઈ પોતાના પરિવાર સાથે ધોળકામાં રહેતા હતા. ત્યારે કિરણભાઈએ પોતાની પત્ની અને બે દીકરાઓ સાથે સાથે ઝેરી દવા પીને સુસાઇડનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર કિરણભાઈ સૌપ્રથમ પોતાના પરિવાર સાથે સુસાઇડ કરવાનું નક્કી કર્યું હતું. પરિવારે કલીકુંડ ખાતેના નિવાસસ્થાને ઝેરી દવા પીને સુસાઇડનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પરિવારના ચારેય સભ્યો બેભાન થઈ ગયા હતા.
આ ઘટનાની માહિતી મળતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને પછી પરિવારના ચારેય સભ્યોને સારવાર માટે ધોળકાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન કિરણભાઈ અને તેમના મોટા દીકરાનું મોત થયું હતું. જ્યારે કિરણભાઈની પત્ની અને તેમના નાના દીકરાની હાલત ખૂબ જ ગંભીર છે અને તેમની સારવાર ચાલુ છે.
ઘટનાની માહિતી મળતા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચે આવી હતી ત્યારબાદ મૃત્યુ પામેલા બાપ-દીકરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને ધોળકા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુસાઇડ પાછળનું કોઈ પણ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment