કૃષિ બિલના વિરોધમાં પ્રધાનમંત્રી મોદી ના માદરે વતન વડનગર માં બજારો જોવા મળી સજ્જડ બંધ,જોવો આજના દશ્યો

316

કેન્દ્ર સરકારના નવા ત્રણ કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો દ્વારા આજરોજ ભારત બંધ નું આહવાન કરવામાં આવ્યું હતું.ખેડૂતોના સમર્થનમાં કેટલાક લોકોએ રાજ્યના અનેક અલગ-અલગ શહેરોમાં અને ગામોમાં બજારો બંધ રાખીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. આજરોજ કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતમાં કેટલીક જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.ખેડૂતો દ્વારા કરવામાં આવેલા.

ભારત બંધના એલાન પર પ્રધાનમંત્રી મોદી ના માદરેવતન બજારો સજ્જડ બંધ જોવા મળી હતી.કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં આ પહેલા બન્ને ભલે ગુજરાતમાં નહિવત અસર જોવા મળી હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરમાં અસર જોવા મળી હતી.

કોંગ્રેસ કાર્યકરોની લાગણીને વેપારીઓ દ્વારા સ્વીકારવામાં આવી હતી. ભાજપના કાર્યકર્તાઓ બજારો ચાલુ રાખવામાં સફળ રહ્યા ન હતા.

અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!