એશિયાનો સૌથી મોટું માર્કેટયાર્ડ ઊંઝા આગામી 8 દિવસ માટે બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઊંઝા સહિત સૌરાષ્ટ્ર અને અન્ય માર્કેટિંગ યાર્ડ પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમકે મહુવા માર્કેટિંગ યાર્ડ, ગોંડલ માર્કેટિંગ યાર્ડ, રાજકોટ માર્કેટિંગ યાર્ડ.
મહેસાણા માર્કેટિંગ યાર્ડને અમરેલી માર્કેટીંગ યાર્ડ વગેરે માર્કેટિંગ યાર્ડ બંધ કરવાનો નિર્ણય એપીએમસી દ્વારા લેવામાં આવ્યો છે. દર વખતે માર્કેટિંગ યાર્ડમાં 5 થી 7 દિવસ માટે કામ બંધ રહેતું હોય છે.
પરંતુ આ વખતે આઠ દિવસ કામ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ વરિયાળી, ઇસ બગુલ,રાયડો,એરંડો જેવા પાકની હરાજી કરવામાં આવે છે.
મહુવા માર્કેટ યાર્ડમાં વેચાણ માટે આવતા ખેડૂતભાઈ તથા વેપારી ભાઈઓ ને જાણ કરવામાં આવી હતી કે આગામી માર્ચ એન્ડિંગ માં તારીખ 29/3 થી 31/3 બુધવાર સુધી હરાજીનું તમામ કામકાજ બંધ રહેશે.
તેમજ ઓફિસનું વહીવટી કાર્ય શરૂ રહેશે તેથી તમામ વેપારી નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. ગોંડલનું અને રાજકોટ યાર્ડ દ્વારા માર્ચ એન્ડિંગ રજાઓ અંગે નોટિસ જાહેર કરવામાં આવી છે.
ગોંડલનું યાર્ડને રાજકોટ યાર્ડ 1 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવશે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ 25 માર્ચ થી 1 એપ્રિલ સુધી અને રાજકોટ માર્કેટયાર્ડ 23 માર્ચ થી 1 એપ્રિલ સુધી બંધ રહેશે.
1 એપ્રિલ નવા પાકની આવક ને પ્રવેશ આપવામાં આવશે અને 2 એપ્રિલ થી રાબેતા મુજબ યાર્ડ ચાલુ કરવામાં આવશે. બંધ દરમિયાન કોઇ ખેડૂતોએ પાક લઈને ન આવવા અનુરોધ કરાયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment