ગુજરાતના 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ તૈયારી અત્યારથી જ શરૂ કરી છે ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપ સક્રિય થયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સૌરાષ્ટ્ર ની મુલાકાતે આવ્યા છે.
મનસુખ માંડવિયાએ સૌરાષ્ટ્રમાં વિજુભાઈ વાળા બાદ પાટીદાર સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. મનસુખ માંડવિયા સાથેની બેઠકમાં લેવા અને કડવા પાટીદાર એક સાથે હોવાથી રાજકીય દ્રષ્ટિકોણની આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.
આ ઉપરાંત આ બેઠકમાં પરેશ ગજેરા, જેરામ પટેલ, મૌલેશ પટેલ વગેરે હાજર રહ્યા હતા. આ ઉપરાંત તેમને પાટીદાર સમાજ વિશે મહત્વનું નિવેદન કર્યું હતું. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીનો એવો પ્રયાસ છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા જ પાટીદારોની નારાજગી દૂર કરવામાં આવી.
આ ઉપરાંત પાટીદારોના કેટલાક આંતરિક પ્રશ્નોમાં પણ ભાજપ રસ ધરાવે છે. આ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા નિવેદન આપતા કહ્યું કે પાટીદાર એટલે ભાજપ જ છે, આ ઉપરાંત કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પાટીદાર સમાજને મહત્વ આપે છે.
મનસુખ માંડવિયાએ પાટીદાર સાથેની બેઠકમાં પાટીદાર એટલે ભાજપ જ છે. આ મામલા પર પત્રકારોએ નરેશ પટેલને સવાલ પૂછ્યા હતા ત્યારે તેમને જણાવ્યું કે પાટીદાર એટલે ભાજપે મનસુખ માંડવિયા અંગત નિવેદન હોઈ શકે.
નરેશ પટેલ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના નિવેદનને સમર્થન ન આપ્યું. આ ઉપરાંત કહ્યું કે પાટીદાર સમાજના કેટલાય લોકો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં પણ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!