મિત્રો આપ સૌ લોકો જાણતા જશો કે થોડા સમય પહેલા જ ગુજરાતમાં એક અનોખો ઇતિહાસ સર્જાયો હતો. જે દરેક ગુજરાતવાસીઓ માટે ખૂબ જ ગર્વની ક્ષણ બની હતી કે જ્યાં દ્વારકામાં આહીરાની રાસ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આહીર સમાજની માતાઓ અને દીકરીઓએ રાસ રમી આ અનોખો ઇતિહાસ સર્જ્યો હતો. આ રાસમાં 37,000 થી પણ વધારે આહીરાણીઓએ રાસ રમી અનોખો ઇતિહાસ સર્જ્યો હતો.
તેની સાથે સાથે ભારતીય સંસ્કૃતિના પણ અનોખા દર્શન થયા હતા. જે સંસ્કારો આજનો યુગ ભૂલી રહ્યો છે તે સંસ્કારને ફરીથી આ આહીર સમાજ જાગૃત કર્યો હતો દ્વારકાધીશ પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધાઓના પણ અનોખા દર્શન થયા હતા. આ અનોખો ઇતિહાસ માત્રને માત્ર ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ થકી જ શક્ય બન્યું હતું. આ રાસની નોંધ સમગ્ર વિશ્વ એ લીધી હતી અને તેની ચર્ચાઓ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વભરમાં જોવા મળી હતી.
આવું થવું લગભગ અશક્ય છે કે જ્યાં એક જ સ્થાને 37,000 થી પણ વધારે આહીરાણીઓએ રાસ લીધો હોય પરંતુ તે ભગવાનના આશીર્વાદ થકી સાકાર બન્યું હતું. ત્યારે કચ્છના કબરાઉ ધામમાં બિરાજમાન મણીધર બાપુએ આ રાસ ને લઇ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે જગવિખ્યાત મંદિર દ્વારકામાં રાસ રમવા માટે 37,000 દીકરીઓએ રજીસ્ટ્રેશન કર્યું હતું. પણ 45000થી પણ વધારે દીકરીઓએ આ રાસમાં ભાગ લીધો હતો.
મેં મારી જિંદગીમાં આવું દ્રશ્ય તેની પહેલા ક્યારેય જોયું નથી મણીધર બાપુનો આ લાગણી વ્યક્ત કરતો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો આ રાસનું આયોજન પણ ખૂબ જ સુંદર રીતે સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ દિવસે ભગવાન દ્વારકાધીશના મંદિરમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા જે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.
આ રાસમાં ગુજરાતના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ લોકગાયકો લોક કલાકારો પણ હાજર રહી આ કાર્યક્રમની શોભા વધારી હતી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભારે વરસાદની આગાહી પણ હતી પરંતુ ભગવાન દ્વારકાધીશ ની દયાથી આ તમામ આગાહીઓનો નાશ થયો હતો . આ દ્રશ્ય જાણે ખરેખર એવું જ ઉભું થયું હતું કે જાણે પાંચ હજાર વર્ષ પહેલા વ્રજવાણીમાં ઊભું થયું હતું . આ રાસમાં સાક્ષાત દ્વારકાધીશ કોઈ અન્ય સ્વરૂપે જરૂર આવ્યા હશે તેવું ભક્તો કહી રહ્યા છે આવો ઇતિહાસ લગભગ પરિવાર બનવો તે અશક્ય છે ખરેખર આ અદભુત મહા રાસ લોકોને જીવનભર યાદ રહેશે