સૌરાષ્ટ્ર ના આ શહેર ની માર્કેટયાર્ડ માં શાકભાજી કરતા કેરી થઈ સસ્તી, જાણો શું ભાવે વેચાઈ છે એક કિલોગ્રામ કેરી.

165

વાવાઝોડા માવઠા માં કેરીનો પાક તબાહ થઈ જતાં હવે મફત ના ભાવે વેચાણ શરૂ થઈ ગયું છે. રાજકોટ માર્કેટયાર્ડમાં હવે લીલા શાકભાજી કરતા કેરી સસ્તી થઇ ગઇ છે. વાવાઝોડા માવઠા માં કેરીનો પાક તબાહ થઈ જતાં હવે ખેડૂતો, વેપારીઓ અને કમીશન એજન્ટો જે મળે તે ભાવે કેરી નું વેચાણ કરવા લાગ્યા છે.

વાવાઝોડામાં શાકભાજી ના પાકને પણ નુકશાન થયું છે પરંતુ સાહમા સ્થિતિ થાળે પડી જશે. વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે, તમામ શાકભાજી યાર્ડ માં સરેરાશ ₹ 25 થી 80 નું કિલો વેચાઈ રહ્યું છે.

તેટલા જ ભાવમાં અને અથવા તો તેનાથી પણ ઓછા ભાવમાં કેરી મળતી હોય લોકો ફરી ખરીદવા લાગ્યા છે. શહેરીજનો સસ્તી કેરી ખરીદવા યાર્ડ તેમજ નવાગામ કેરી ની માર્કેટ સુધી આવી શકે છે.

કેરીના બગીચામાં આખું વર્ષ સખત પરિશ્રમ કરી ખેડૂતો અંદાજે 100 કરોડથી પણ વધુ કેસર કેરીનું ઉત્પાદન કરે છે. વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરી તાલાલા પંથકની આબાદી અને સમૃદ્ધિમાં અગત્યનું યોગદાન આપે છે. જોકે વાવાઝોડાના કારણે આ વખતે આંબાના વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા છે.

કેસર કેરીની નુકસાની પાંચ વર્ષે પણ ભરપાઈ ન થઈ શકે એમ નથી. સંખ્યાબંધ આંબાની ડાળીઓ તૂટી ગઈ છે. જેનો ખાસ સર્વે કરાવીને કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોને માટે ખાસ સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી ખેડૂત અગ્રણીઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!