અમદાવાદ શહેરના આંગણે ચાલી રહેલો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ આખી દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. દરરોજ દેશ-વિદેશથી અહીં લોકો મુલાકાતે આવી રહ્યા છે. અહીં આવતા તમામ લોકો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના મેનેજમેન્ટના વખાણ કરતા નથી થાકતા. અહીંના મેનેજમેન્ટની ચર્ચાઓ તો દેશ વિદેશમાં ચાલી રહે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહંત સ્વામી મહારાજના હાથે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. 15 જાન્યુઆરી સુધી આ ઉત્સવ ચાલવાનો છે. સોશિયલ મીડિયા પર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે facebook પર પ્રેમલ પટેલ નામના એક વ્યક્તિએ અહીં જમવાની ડીશનું કેવી રીતે મેનેજમેન્ટ કરવામાં આવે છે.
તેનો એક વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જે વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ ડીશો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે અને દિશા મેનેજમેન્ટ જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે વિડીયો બનાવનાર વ્યક્તિ કાઉન્ટર પર ઉભેલા વ્યક્તિને પૂછે છે કે તમે એટલી બધી ડીસો મૂકો છો તો તમે તેની ગણતરી કેવી રીતે કરો છો.
ત્યારે સ્વયંસેવક જવાબ આપે છે કે, BAPS સંસ્થાના સ્વયંસેવકો ટેકનોલોજીમાં આટલા આગળ છે કે ગમે ત્યાંથી કાંઈકને કાંઈક રસ્તો રસ્તો શોધી કાઢે છે. ટૂંક જ સમયની અંદર અને સ્પીડમાં કામ થાય તે માટે એક એવો પ્રોજેક્ટ બનાવ્યો છે. સ્વયં સેવક વિડીયો બનાવનાર વ્યક્તિને એક લાકડી બતાવે છે અને આ લાકડી ઉપર થોડીક થોડીક જગ્યા પર 50 60…90 100 જેવા નંબર લખેલા જોવા મળી રહ્યા છે.
ત્યારબાદ સ્વયંસેવક બતાવે છે કે આ લાકડીની મદદથી અમે કેવી રીતે અહીં આવેલી ડીશની ગણતરી કરીએ છીએ. આ લાકડીને ડીશના થપ્પાની બાજુમાં રાખવામાં આવે છે. પછી લાકડીમાં જોવામાં આવે છે કે ડીશનો થપ્પો ક્યાં સુધી છે એટલે તરત જ ખ્યાલ આવી જાય છે કે આ ડિશ એટલી હશે. જેથી માત્ર થોડાક જ સમયમાં ઘણી બધી ડીસો ગણાઈ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને વીડિયો જોઈ શકો છો…
https://www.facebook.com/reel/835502217756629?mibextid=6AJuK9&s=chYV2B&fs=e
હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો તો અહીંના આ ગજબ મેનેજમેન્ટના વખાણ કરતા નથી થાકતા. મિત્રો અહીં કામ કરતા તમામ સેવકોની આવી જ સેવાના કારણે આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના મેનેજમેન્ટના ચારે બાજુ વખાણ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment