મિત્રો સોશિયલ મીડિયામાં તમે ઘણા એવા વિડીયો જોયા હશે. જેમાં ગરબે રમતા અથવા તો ડાન્સ કરતા કેટલાક લોકોના અચાનક મૃત્યુ થતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં રામલીલામાં સ્ટેજ પર હનુમાનજીનું પાત્ર ભજવનાર વ્યક્તિનું અચાનક જ મૃત્યુ થયું છે.
હનુમાનજીનું પાત્ર ભજવનાર વ્યક્તિ અચાનક જ સ્ટેજ પરથી નીચે પડ્યો હતો અને ત્યારબાદ તે પાછો ઊભો થયો ન હતો. આ સમગ્ર ઘટના ફતેપુરમાં બની હતી. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યારે હનુમાનજીનું પાત્ર ભજવનાર વ્યક્તિ સ્ટેજ પરથી અચાનક નીચે પડે છે.
ત્યારે આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. તે વ્યક્તિને બેભાન અવસ્થામાં સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્ટ એટેક આવવાના કારણે મૃત્યુ થયું છે.
મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ રામસ્વરૂપ હતું અને તેમની ઉંમર 55 વર્ષની હતી. તેઓ સલેમપુર ગામના રહેવાસી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, સલેમપુર ગામમાં રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેજ પર અન્ય કેટલાક લોકો પોતાનું પાત્ર ભજવી રહ્યા હતા.
આ સમયે સ્ટેજ પર રામસ્વરૂપ નામના વ્યક્તિ હનુમાનજીનું પાત્ર ભજવી રહ્યા હતા. ત્યારે તે સ્ટેજ પર બેસવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે પહેલા તો તેઓ સ્ટેજ પરથી નીચે ઢળી પડે છે અને તેમનું મૃત્યુ થાય છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. આ ઘટનાનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
રામલીલામાં હનુમાનજીનું પાત્ર ભજવનાર વ્યક્તિનું અચાનક સ્ટેજ પર જ મૃત્યુ – જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો pic.twitter.com/xqvDvWQgzz
— GUJJU ROCKZ (@gujju_rockz) October 4, 2022
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, હનુમાનજીનું પાત્ર ભજવનાર વ્યક્તિ સ્ટેજ પર બેસવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે સ્ટેજ પર બેસે તે પહેલા તો તેઓ સ્ટેજ પરથી નીચે જમીન પર પડી જાય છે. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. રામસ્વરૂપનું મૃત્યુ થતાં તેમના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment