કોરોના વેક્સિન ને લઈને મમતા દીદી નું સૌથી મોટું એલાન, શું ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં થશે અસર?

Published on: 3:22 pm, Sun, 10 January 21

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કોરોનાના ટીકાકરણ કરવાને લઈને મોટું એલાન કર્યું છે. મમતા બેનર્જીએ કહ્યું કે રાજ્યના તમામ જરૂરિયાત મંદ લોકો ને કોરોના વેક્સિનની રસી મફતમાં આપવામાં આવશે. મમતાએ કહ્યું કે રાજ્ય સરકાર આ માટે વ્યવસ્થા કરી રહી છે.

પશ્ચિમ બંગાળના ચૂંટણી થી પહેલા મમતા સરકારનું આ મોટું એલાન માનવામાં આવી રહ્યું છે.દેશમાં 16 જાન્યુઆરીથી કોરોનાની રસીકરણ ચાલુ થવા જઈ રહ્યું છે. અગાઉ મમતા બેનરજીએ પોતાના રાજ્યના લોકોને કોરોના ની વેક્સિન મફતમાં આપવાનો નિર્ણય કર્યો છે.

જોકે મહત્વની વાત એ છે કે 16 જાન્યુઆરી શરૂ થઈ રસીકરણ ની પ્રક્રિયા પસંદગી કરેલ લોકો માટેની છે.પસંદગી કરેલ લોકોમાં સ્વાસ્થ્ય કર્મીઓ, ફન્ટલાઈન હેલ્થ વર્કર,50 વર્ષથી વધારે ઉંમરના તેવા લોકો જેમને પહેલાથી જ કોઈ બીમારી છે,તેઓ સામેલ છે.

કેન્દ્ર સરકારે અત્યાર સુધી માં કીધું નથી કે આ લોકો પાસેથી રૂપિયા લેવામાં આવશે કે નહીં.દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં કરી ચૂક્યા છે કે દેશવાસીઓને કોરોના ની રસી મફતમાં લગાવી જોઈએ.બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપે પણ વચન આપ્યું હતું.

કે તો તેમની સરકાર આવી તો તમામ લોકોને કોરોનાની વેક્સિન મફતમાં લગાવવામાં આવશે.કોરોના વેક્સિન ને લઈને મમતા દીદી નું સૌથી મોટું એલાન, શું ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં થશે અસર.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!