મિત્રો તમને બધાને ખબર હશે કે રાજ્યમાં રસ્તે રખડતા ઢોરના મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગંભીર નોંધ લેવાયા બાદ તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવાની કડકમાં કડક કાર્યવાહીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે માલધારી સમાજ દ્વારા રખડતા ઢોરને પકડવાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે.
માલધારી સમાજ પોતાની વાત લઈને મેદાનમાં ઉતર્યું છે. ત્યારે આજરોજ અમદાવાદ શહેરમાં માલધારી સમાજ દ્વારા બાપુનગર થી લાલ દરવાજા સુધી “માલધારી વેદના રેલી”નું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો આ રેલીમાં મોટી સંખ્યામાં માલધારી યુવકો જોડાયા હતા. માલધારી સમાજની માંગ છે કે, ઢોર અંકુશ નિયંત્રણ કાયદો રદ કરવામાં આવે.
માલધારીઓને અલગ વસાહત બનાવી વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે. માલધારીઓ રોડ પર પશુઓને છૂટા મૂકે છે તે પ્રકારના ખોટા પ્રચાર બંધ કરી દેવામાં આવે. શહેરમાં રેલી કાઢીને માલધારી યુવકોએ સુત્રાચાર કરીને વિરોધ નોંધ્યો હતો.
માલધારી સમાજની માંગણીઓ છે કે…
1. શહેરી વિસ્તારોમાં ગામડાઓને ભેળવવાનું બંધ કરી દો, માલધારી વસાહતો બનાવી વૈકલ્પિક વ્યવસ્થા આપો.
2. નિર્દોષ રાહદારીઓના અકસ્માતથી માલધારી સમાજને પણ દુઃખ છે પણ સત્તાધીશો સુખદ નિવારણ લાવવામાં નિષ્ફળ છે.
3. માલધારીઓ ઉપર તેમજ બહેનો દીકરીઓ ઉપર પોલીસ કેસ અને મારજોટ સત્તાધીશો બંધ કરો.
4. માલધારીઓના ઘરેથી, તબેલાઓમાંથી અને વાડીઓમાંથી પશુઓને પકડવાનું સત્તાધીશો બંધ કરો. 5. 70 લાખથી પણ વધારે માલધારીઓને બેરોજગાર બનાવવાનું સત્તાધીશો બંધ કરો.
6. 70 લાખથી પણ વધારે માલધારીઓને બેરોજગાર બનાવવાનું સત્તાધીશો બંધ કરો.
8. ઢોર અંકુશ નિયંત્રણ કાયદો રોડ ઉપરથી પશુઓને હટાવવાનો જ નહીં, પરંતુ ગૌચરોની જમીન ગળી જવાનો કાળો કાયદો છે.
9. શહેરી વિસ્તારોમાં ઘરે રાખતા પશુઓ માટે ઘાસચારો સત્તાધીશો એ બંધ કરાવ્યો છે તો તે જાહેરનામું પરત ખેંચો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment