મિત્રો તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં ઘણા લોકો ફોટો પડાવવા અને વિડીયો બનાવવાના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં નાખતા હોય છે. ઘણી વખત એવી પણ ઘટનાઓ બનતી હોય છે જેમાં ફોટો પાડવાના ચક્કરમાં ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હશે.
ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. આ ઘટનામાં એક યુવકને ધોધ પાસે વિડીયો બનાવો ભારે પડી જાય છે. વિડીયો બનાવાના ચક્કરમાં યુવક ધોધ ની ખૂબ જ નજીક ચાલ્યો જાય છે અને ત્યાં ઉભો રહીને પોઝ આપી રહ્યો હોય છે, ત્યારે અચાનક તેનો પગ લપસે છે.
એના કારણે યુવક પાણીમાં તણાઈ જાય છે. પાણીમાં તણાયેલા આ યુવકનું હજુ સુધી કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નથી. મળતી માહિતી અનુસાર એક યુવક તેના મિત્રને વિડીયો બનાવવાનું કહે છે. ત્યારે તેનો મિત્ર યુવકનો વિડીયો બનાવી રહ્યો હોય છે.
આ દરમિયાન યુવક ધોધમાં પગ લપસવાના કારણે પડી ગયો હતો. આ સમગ્ર ઘટના બન્યા બાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પાણીમાં પડેલા યુવકનું નામ અજય હતું તેવું જાણવા મળી રહ્યું છે હાલમાં તેની શોધખોળ ચાલુ છે. હાલમાં સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર _viral_video_meme નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે.
View this post on Instagram
વાયરલ થયેલો વીડિયો જોઈને ભલભલા લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો છે. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. અમારી વેબસાઈટ ગુજ્જુ રોક્સ આ વીડિયોની કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment