મિત્રો હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં એમાં થવા માટે તમે ઘણા લોકોને રોડ ઉપર અથવા તો અન્ય જગ્યાઓ ઉપર ફોટો પડાવતા અને રિલ્સ બનાવતા જોયા હશે. પરંતુ અમુક વખત તેમને રસ્તા ઉપર અથવા તો અન્ય જગ્યા પર રિલ્સ બનાવવા ભારે પડી જતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે.
આ અકસ્માતની ઘટનામાં હાઇવે પર ફોટોશૂટ અને રીલ બનાવતી વખતે 5 યુવકો અકસ્માત નો શિકાર બન્યા છે. પાંચેય યુવકોને બોલેરો કેમ્પરે કચડી નાખ્યા હતા. તેમાંથી 3 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમને ગુજરાતની પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતની ઘટના ગુરૂવારના રોજ સાંજે સાત વાગ્યાની આસપાસ બાડમેર જિલ્લાના ધોરીમન્ના શહેરમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ગોવિંદ કુમાર, હનુમાન રામ, સુનિલ કુમાર, રાકેશ કુમાર અને બુધારા નામના પાંચેય મિત્રો ગુરુવારના રોજ સાંજના સમયે ધોરીમન્ના પાસેથી પસાર થતાં નેશનલ હાઇવે 68 પર આવ્યા હતા.
અહીં આવીને તેઓ ફોટોગ્રાફી અને રીલ બનાવી રહ્યા હતા. લગભગ સાત વાગ્યાની આસપાસ પાંચેય મિત્રો સેલ્ફી પાડી રહ્યા હતા અને રીલ બનાવી રહ્યા હતા. ત્યારે અચાનક જ એક બોલેરો કેમ્પરે કારે પાંચેય મિત્રોને કચડી નાખ્યા હતા. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તા થયેલા પાંચેય યુવાનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
અકસ્માતની ઘટના બની આબાદ કાર ચાલકને પકડી લેવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા યુવકના ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનામાં ત્રણ યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેથી તેમને ગુજરાતમાં પાલનપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હાલમાં હોસ્પિટલમાં તેમની સારવાર ચાલુ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પરંતુ અકસ્માતની ઘટનામાં સુનિલ, હનુમાન અને ગોવિંદ ત્રણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ કિસ્સો દરેક યુવાનો માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment