હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં આ વર્ષે ચોમાસુ ગત વર્ષ કરતા પહેલા આવી ગયું છે. ગુજરાતમાં રવિવારના રોજ 33 જિલ્લા અને 170 તાલુકામાં વરસાદ પડ્યો હતો. અત્યાર સુધીમાં ખેડા જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.
ખેડામાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ના સિદ્ધપુરમાં 4.5 ઈચ વરસાદ નોંધાયો છે. ખેડા અને પાલનપુરમાં ચાર ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં વરસાદની ટકાવારી 9.50 ટકા નોંધાયો છે. 102 તાલુકામાં 0 થી 2 ઈચ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત 104 તાલુકામાં 2 થી 5 ઈચ વરસાદ નોંધાયો છે અને 36 તાલુકામાં 5 થી 10 ઇંચ વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 170 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં ખેડાના મહેમદવાદ માં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહે ત્રણ ઓવર બ્રિજનું ઉદઘાટન કર્યું.
મુખ્ય મંત્રી અમિત શાહના આ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત તેઓ કલોલમાં રસી કેન્દ્ર સેન્ટરનું ઉદઘાટન કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment