મિત્રો તમે બધા સુરતના ઉદ્યોગપતિ અને સમાજસેવક મહેશ સવાણીને તો જરૂર ઓળખતા હશો. મહેશભાઈ સવાણી હંમેશા પોતાના સેવાકીય કાર્યોના કારણે ચર્ચામાં રહેતા હોય છે. મિત્રો તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં સર્વ ધર્મ સર્વ સમાજની 5 હજારથી પણ વધુ દીકરીઓના લગ્ન મહેશભાઈ સવાણીએ કરાવ્યા છે.
પાલક પિતા તરીકે ઓળખાતા મહેશભાઈ સવાણી આજે પોતાના સેવાકીય કાર્યથી સમગ્ર દેશભરમાં જાણીતા બન્યા છે. મહેશભાઈ સવાણી દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ લગ્નમાં માં-બાપ વગરની દીકરીઓના પાલક પિતા બનીને મહેશભાઈ સવાણી તેમના ધામધૂમથી લગ્ન કરાવે છે.
ત્યારે હાલમાં મહેશભાઈ સવાણી વધુ એકવાર વિશ્વ કક્ષાએ ચમકવા જઈ રહ્યા છે. વિશ્વ પ્રખ્યાત ઇન્ડિયન મ્યુઝિક કોમ્પીટીશન માનવામાં આવતા Indian Idolમાં સ્પેશિયલ એપિસોડમાં મહેશભાઈ સવાણી આવવાના છે. સ્પેશિયલ એપિસોડ “ઇન્ડિયા કી ફરમાઈશ”માં હજારો દીકરીના પાલક પિતા મહેશભાઈ સવાણી રજૂ થવાના છે.
19 નવેમ્બર એટલે કે આજરોજ મહેશભાઈ સવાણી ઇન્ડિયન આઇડલમાં આવશે. મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેશભાઈ સવાણી સુરતમાં 24મી અને 25મી ડિસેમ્બરના રોજ દીકરી જગત જનની આધારિત સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે. મહેશભાઈ સવાણીએ 5000 જેટલી દીકરીઓના પાલક પિતા બનીને તેમના લગ્ન કરાવ્યા છે.
ઇન્ડિયન આઇડોલમાં મહેશભાઈ સવાણીનો સ્પેશિયલ એપિસોડ રજૂ થતાં જ પી પી સવાણી પરિવારના આંગણે 5000 જેટલી દીકરીઓના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિશ્વ પ્રખ્યાત શોમાં મહેશભાઈ સવાણી આવે એ આપણા માટે પણ એક ખૂબ જ ગર્વની વાત છે.
ઇન્ડિયન આઇડોલની વાત કરીએ તો, આશોમાં જાણીતા સંગીત કલાકારો જજ બનતા હોય છે. દેશના ઘર ઘરમાં ઇન્ડિયન આઇડોલ જાણીતું બની ગયું છે. આ શોમાં નેહા કક્કર, વિશાલ દદલાણી, હિમેશ રેશમિયા અને અનુ મલિક જેવા દિગ્ગજો જજ તરીકે સેવા આપતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment