મિત્રો તમે સૌ કોઈ લોકો સુરત શહેરના જાણીતા એવા બિઝનેસમેન અને સમાજસેવક મહેશભાઈ સવાણીને તો જરૂર ઓળખતા હશો. મિત્રો મહેશભાઈ સવાણીને હજારો દીકરીઓના પાલક પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. અત્યાર સુધીમાં મહેશભાઈ સવાણીએ હજારો અનાથ દીકરીઓના લગ્ન કરાવ્યા છે.
મહેશભાઈ સવાણી દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરે છે અને અહીં દરેક ધર્મના લોકોના લગ્ન કરવામાં આવે છે. મિત્રો તમે સોશિયલ મીડિયા પર મહેશભાઈ સવાણી વિશે ઘણી બધી વાતો સાંભળી હશે ત્યારે આજે આપણે તેમના જીવનની કેટલીક વાતો કરવાના છીએ. મિત્રો તમને જણાવી દઈએ કે મહેશભાઈ સવાણી ભાવનગર જિલ્લાના રાયરડા ગામના વતની છે.
મહેશભાઈ સવાણીએ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. તે વર્ષો પહેલા સૌરાષ્ટ્રની સુરત આવીને હીરાના વ્યવસાય સાથે જોડાયા હતા. તેમના પિતાશ્રીનું નામ વલ્લભભાઈ સવાણી છે. આજે મહેશભાઈ સવાણી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. મિત્રો તેઓ સુરત શહેરમાં ગુજરાતી અને ઇંગ્લીશ મીડીયમ સ્કુલ પણ ચલાવે છે.
કહેવાય છે કે મહેશભાઈ સવાણી 2500 કરોડ રૂપિયાથી પણ વધારે ટન ઓવર ધરાવતા ગ્રુપના એડમીન તરીકે પણ કામ કરે છે. કોઈપણ સેવાકીય કામ હોય ત્યાં મહેશભાઈ સવાણી મોખરે હોય છે. મહેશભાઈ સવાણી કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર દર વર્ષે ઘણી અનાથ દીકરીઓના ધામધૂમથી લગ્ન કરે છે.
મિત્રો મહેશભાઈ સવાણીના પી.પી. સવાણી ગ્રુપની વાત કરીએ તો તેમનું પી.પી.સવાણી ગ્રુપ દરેક ક્ષેત્રમાં આગળ છે. જેમ કે ડાયમંડ, એજ્યુકેશન, હોસ્પિટલ અને રિયલ એસ્ટેટ સહિતના ધંધાઓ સાથે પી.પી.સવાણી ગ્રુપ જોડાયેલું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment