આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ નો સૌથી મોટો પડકાર આમ આદમી પાર્ટી છે. તેવામાં આમ આદમી પાર્ટીના નેતા અને સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી ની એક ફેસબુક પોસ્ટ ના કારણે ઘણા બધા વિવાદો ઊભા થયા છે.
આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીએ પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં એક સૂકાયેલા વૃક્ષ અને વીજળીનો થાંભલો બનાવી દેવામાં આવ્યો હતો.
અને વૃક્ષને સહારે વીજપ્રવાહ પસાર થઇ રહ્યો છે. ઉપરાંત આ પોસ્ટ દ્વારા મહેશ સવાણીએ કેટલાક શબ્દો પણ લખ્યા હતા.
આ ઉપરાંત તેમને કહ્યું હતું કે તોકતે વાવાઝોડાના બે મહિના બાદ વીજળીના સ્તંભ ઊભા ન થતા લોકો આત્મનિર્ભર બની ગયા છે. આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી ની આ પોસ્ટ બાદ ઘણા વિવાદો ઊભા થયા હતા.
ત્યારે ભાજપના યજ્ઞેશ દવેએ આ પોસ્ટ પર ટિપ્પણી કરી હતી. તેમને મહેશ સવાણી ની પોસ્ટ પર કોમેન્ટ કરતા કહ્યું હતું કે, તમે પાકિસ્તાનના સિંધની તસ્વીર દેખાડી સત્તાની લાલચમાં માટે આજની નીચ રાજનીતિ કરશો? સાથે કહ્યું કે, આ પોસ્ટ તેમણે ડીલીટ કરી છે.
ત્યાર બાદ આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી ની ફેસબુક પોસ્ટ પર અનેક ભાજપના કાર્યકરોએ ટ્રોલિંગ શરૂ કરી દીધું હતું અને ભાજપના કાર્યકરો દ્વારા આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરાયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment