મહેશ સવાણી ને તો આપણે બધા ઓળખીએ છીએ કારણકે તેઓ દર વર્ષે અનાથ દીકરીઓના ભવ્ય લગ્ન કરાવી આપીને ભગવાન તરફથી પુણ્ય પ્રાપ્ત કરી રહ્યા છે. તેમની અનેક સેવા કયા કાર્યોથી તેઓ હંમેશાં ચર્ચામાં રહેતા હોય છે
અને મહેશ સવાણીને પાલક પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે મહેશ સવાણી સુરતના આટલા મોટા પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને તેમની પાસે આજે કરોડો રૂપિયાની સંપત્તિ છે અને શું તમને ખબર છે કે તેઓ કયા ગામના છે.
જોકે મહેશ સવાણી આજે સુરત શહેરમાં પી.પી સવાણી ગ્રુપ રીયલ એસ્ટેટ બિઝનેસ ની સાથે સાથે ગુજરાતી હિન્દી અને અંગ્રેજી મીડીયમ ની શાળા ચલાવે છે આ ઉપરાંત તેમની હોસ્પિટલ પણ ચાલે છે
જ્યાં ગરીબ દર્દીઓને નજીવા ખર્ચે તમામ સુવિધાઓ આપવામાં આવે છે. ખરેખર આ કોઈ સામાન્ય બાબત નથી પણ એ સેવા ફળમાં તેમનું મહત્વનું યોગદાન છે અને કહેવાય છે કે મહેશ સવાણી આજે આશરે 2500 કરોડ રૂપિયાથી વધુનું ત્રણ ઓવર ધરાવતા ગ્રુપમાં એક એમડી તરીકે કામ કરે છે.
મહેશ સવાણી સુરતના નહીં પરંતુ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના રાપરડા ગામના છે અને તેઓએ સિવિલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે તેઓ સૌરાષ્ટ્ર થી સુરત આવીને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા અને તેમના પિતાનું પણ સુરતમાં ખૂબ જ મોટું નામ છે ને તેમાં પિતા વલ્લભ ટોપી ના નામે ઓળખાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment