ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક સમયથી જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડા રોડ ઉપર આવેલા ખેતલીયા દાદાના મંદિરના મહંત રાજ ભારતી બાપુએ પોતાના ઉપર ગોળી ચલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર રાજ ભારતી બાપુએ પોતાની જ પિસ્તોલ પોતાના ઉપર ચલાવીને પોતાનું જીવનનું ટકાવ્યું છે. મળતી માહિતી મુજબ થોડાક દિવસ પહેલા રાજ ભારતી બાપુનો દારૂ પીતા એક વિડિયો અને કેટલાક ઓડિયો વાયરલ થયા હતા.
આ કારણોસર રાજભારતી બાપુએ આ પગલું ભર્યું તેવું પ્રાથમિક તપાસમાં કહેવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર રાજ ભારતી બાપુ પોતાની પિસ્તોલ લઈને પોતાના ખડીયા ગામ સ્થિત વાડીમાં ગયા હતા. ત્યાં તેમને પોતાના ઉપર ગોળી ચલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
રાજ ભારતીબાપુએ પોતાની લાયસન્સ વાળી પિસ્તોલ થી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સમગ્ર ઘટના બન્યા બાદ રાજ ભારતીબાપુને ઇજાગ્રસ્ત અલખમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અહીં હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા તો બાપુ નું મૃત્યુ થયું હતું.
ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. બાપુ એ આ પગલું કયા કારણોસર ભર્યું તેની હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. પરંતુ પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે થોડાક દિવસ પહેલા વાયરલ થયેલા વીડિયોના કારણે બાપુએ આ પગલું ભરેલું છે.
મળતી માહિતી અનુસાર વિડીયો વાયરલ થયા બાદ સાધુ સંતો અને ભક્તોમાં તેમના પ્રત્યે ઘૃણાનો ભાવ જોવા મળી રહ્યો હતો. આ કારણોસર ડિપ્રેશનમાં આવીને રાજ ભારતી બાપુ એ આ પગલું ભર્યું છે તેવું હાલમાં ચારેય બાજુ સાંભળવા મળી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો