સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.
એક માતા પોતાના બાળકની ખુશી માટે દુનિયાની કોઈપણ આપતા ન આવે તે માટે તમામ પ્રયાસો કરે છે. માતા પોતાનો જીવ જોખમમાં નાખીને પણ બાળકનો જીવ બચાવે છે. ત્યારે એવો જ એક ઉદાહરણ રજુ કરતો વીડિયો સામે આવ્યો છે. વાયરલ થયેલો આ વીડિયો જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જશે.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બાઈક પર પતિ-પત્ની અને તેનો બાળક જોઈ રહ્યા છે. આ દરમિયાન તેમની બાઈકને ઓવરટેક કરતી વખતે એક કાર ચાલક બાઈકને ટક્કર લગાવે છે. આ કારણોસર બાઇકચાલક પોતાનો કાબૂ ગુમાવે છે.
તેથી બાઇકની પાછળ બેઠેલા માતા અને દીકરો રોડ પર પડી જાય છે. આ દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહ્યો હોય છે. બાળક નીચે આવી જવાનો હોય છે. ત્યારે માતા બાળકને પોતાની તરફ ખેંચી લે છે અને બાળકને મૃત્યુના મુખમાંથી બહાર કાઢે છે.
આ વીડિયો જોઈને ભલભલા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. આ વીડિયો ઘણો જૂનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ આ વિડીયો ફરી એક વખત ઇંગ્લેન્ડ ટીમના ફાસ્ટ બોલર JOFRA ARCHAR પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શૅર કર્યો હતો.
Mother of the year https://t.co/qIZlz1PYEZ
— Jofra Archer (@JofraArcher) April 25, 2022
કેપ્શન માં લખ્યું હતું કે ‘ મધર ઓફ ધ યાર’. આ વિડીયો પાંચ મિલિયનથી પણ વધારે લોકોએ જોયો છે. ઉપરાંત 54 હજારથી પણ વધારે લોકોએ વિડીયોને લાઈક કરી છે. ઉપરાંત કોમેન્ટ બોક્સમાં લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment