કાર કે બાઈકની પાછળ “માં મોગલ કૃપા” લખાય કે નહીં..? જાણો મણીધર બાપુએ શું કહ્યું…

મિત્રો આજે આપણે એક એવી વસ્તુ વિશે વાત કરવાના છીએ, જે આપણે જાણવી ખૂબ જ જરૂરી છે. મિત્રો કાર કે બાઈક ઉપર માં મોગલનું નામ લખાય કે ન લખાય તેના ઉપર મણીધર બાપુએ વાત કરી છે. મિત્રો અમુક લોકો પોતાની દુકાનનું નામ મોગલ રાખતા હોય છે અથવા તો ઘણા લોકો પોતાની દુકાનનું નામ મોગલ પાન રાખતા હોય છે.

આ બાબતે મણીધર બાપુએ વાત કરતા કહ્યું કે, તમે માં મોગલનું નામ રાખો એમાં કોઈ વાંધો નથી પણ આ નામ લજાવું ન જોઈએ. બાપુએ વધુમાં વાત કરતા જણાવ્યું કે, ઘણા લોકોએ ગાડીઓમાં લખ્યું હોય મોગલ કૃપા, પરંતુ ગાડીઓની અંદરથી દારૂની બોટલો નીકળતી હોય છે.

આ વસ્તુ ન કરવી જોઈએ. આ ખૂબ જ તકલીફ પાડી દે છે. જો તમે માનું નામ રાખો છો તો બીજી કંઈ ખોટી વસ્તુ ન હોવી જોઈએ. બાપુએ કહ્યું કે કામ સારા કરવા હોય તો જ માનું નામ રખાય નહિતર નામ રખાઈ નહી. બાપુએ વધુમાં વાત કરતા જણાવ્યું કે કોઈના પર જલ્દી વિશ્વાસ ન કરવો જોઈએ.

જ્યારે કોઈ મારી ગાડી લઈ જાય છે ત્યારે તે ગાડીને કોઈ રોકતું નથી. પોલીસ અધિકારીઓ કહે છે કે આ તો બાપુની ગાડી છે જવા દો. પરંતુ બધાને કહું છું કે ગાડીમાં હોમ હોવું કે ન હોવું ગાડી ચેક જરૂર કરી લેવી.

બાપુએ કહ્યું કે ઘણા લોકો ગાડી ઉપર માં મોગલ લખાવતા હોય અને ગાડીમાં ખોટી વસ્તુની હેરાફેરી કરતા હોય છે. આ ઉપરાંત તમે ઘણા એવા લોકો જોયા હશે જેવું માં મોગલની છબી ગળામાં પહેરતા હોય છે અથવા તો અમુક લોકો તેવી વીટી પહેરતા હોય છે.

તેને લઈને મણીધર બાપુએ કહ્યું કે, વીંટી કે એવું પહેરવું હોય તો અમુક નિયમ પાળવા પડે. તમે માતાજીની છબી વાળી વીંટી પહેરો તે કંઈ ખોટું નથી. પણ માં મોગલ ની વીંટી પહેરી હોય અને રાત્રે બે ગ્લાસ પેક મારો એ ખોટી વાત છે. બાપુએ કહ્યું કે ગાડી પાછળ માં મોગલ લખાવું તે કંઈ ખોટી વાત નથી, પરંતુ પછી કોઈ ખોટા કામ ન કરવા જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*