નસીબ તો આના છે હો બાકી..! રસ્તા પરથી પસાર થતો યુવક ભયંકર અકસ્માતથી એવી રીતે બચ્યો કે… વીડિયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…

દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને તમે સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાના ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ઘણી વખત અકસ્માતની ઘટનામાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે. જ્યારે તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ જોઈએ છે.

જેમાં ગંભીર અકસ્માતની ઘટનાનો શિકાર બનેલા યુવકો બચી જતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેવી જ એક ઘટનાનો વિડીયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં રસ્તા ઉપરથી પસાર થતાં એક સ્કુટી સવાર યુવક સાથે કંઈક એવું બન્યું કે વિડિયો જોઈને ઘડીક વાર તો તમારા પણ હૃદયના ધબકારા વધી જશે.

આ ઘટનામાં એક સ્કુટી સવાર યુવક એક-બે નહીં પરંતુ ત્રણ વખત ખતરનાક અકસ્માતથી બચી ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો કર્ણાટકના મેંગલુરુનો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બસ રોડ ઉપર આવતી જોવા મળી રહે છે. થોડીક વાર બાદ બસ ચાલક યુ ટન લેવાનું શરૂ કરે છે. આ દરમિયાન પાછળથી આવતો એક સ્કુટી સવાર યુવક અચાનક જ બસની સામેથી પસાર થાય છે.

ટી સવાર યુવકને જોઈને બસ ચાલક તાત્કાલિક જ બ્રેક લગાવી દે છે. આ કારણોસર સ્કુટી સવાર યુવક બસની ટક્કર માંથી બચી ગયો હતો. જો બસની ટક્કર સ્કુટી સવાર યુવકને લાગી તો સવારે યુવક લોખંડના દરવાજા સાથે અથડાયો હોત અને તેને ગંભીર ઈજા પહોંચી હતી. બસની ટક્કરથી બચ્યા બાદ યુવકની સ્કુટી રોડની નીચે ઉતરી ગઈ હતી અને ત્યાર પછી તો યુવક એક ઝાડ અને દુકાન વચ્ચેની જરાક અમથી જગ્યામાંથી માંડ માંડ બચીને બહાર નીકળ્યો હતો.

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલો વિડિયો ટ્વિટર પર Mangalote City નામના એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. 48,000 થી પણ વધારે લોકોએ આ વીડિયોને જોયો છે.

આ ઉપરાંત 1,000 થી પણ વધારે લોકો એ વીડિયોને લાઈક કરી છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો સલાહ આપી રહ્યા છે કે બાઈક ચલાવતી વખતે બાઇકની સ્પીડ ઓછી રાખવી જોઈએ જેના કારણે ગંભીર અકસ્માતની ઘટનાના બની.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*