નસીબ તો આ ભાઈના જ છે…! જરાક પણ મોડું થયું હોત તો આ ભાઈના રામરમી જાત – વીડિયો જોઈ હચમચી જશો…

મિત્રો આ દુનિયામાં ઘણા લોકો એવા નસીબ લઈને જન્મતા હોય છે, જેઓ મૃત્યુના મુખમાંથી પણ નસીબના કારણે પાછા આવતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ સાથે બન્યું કંઈક એવું કે તેનો જીવ બચી ગયો.

જો આ વ્યક્તિથી એક સેકન્ડનું પણ મોડું થયું હોત તો તે પોતાનો જીવ ગુમાવી બેઠો હોત. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ ખૂબ જ આરામથી રસ્તા પર ચાલતો નજરે પડી રહ્યો છે. તે વ્યક્તિ એક મોબાઇલની દુકાનની અંદર પ્રવેશ કરવા જાય છે.

પરંતુ મોબાઇલની દુકાન ની અંદર પ્રવેશ કરી તે પહેલા આ વ્યક્તિ સાથે કંઈક એવું બન્યું કે વીડિયો જોઈને તમે પણ હચમચી જશો. આ વ્યક્તિ મોબાઇલની દુકાનમાં પ્રવેશ માટે આગળ વધે છે ત્યારે તરત જ તેની પાછળની જમીનનો આખો ભાગ તૂટીને જમીનની અંદર સમાઈ જાય છે.

જેના કારણે આ વ્યક્તિ ખૂબ જ ડરી જાય છે. જો આ વ્યક્તિથી એક સેકન્ડનું પણ મોડું થયું હોત તો તે સીધો ખાડાની અંદર પડી જાત. પરંતુ એક ડગલું આગળ હોવાના કારણે આ વ્યક્તિનો જીવ બચી ગયો છે. આ સમગ્ર ઘટના દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલો ઘટનાનો વિડીયો ટ્વીટર પર @sagarcasm નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વિડિયો અત્યાર સુધીમાં 15,00,000 થી પણ વધારે લોકોએ જોયો છે.

વિડીયો શેર કરનાર વ્યક્તિએ કેપ્શન માં લખ્યું છે કે, યમરાજ લંચ બ્રેક પર છે. વીડિયો જોઈને લોકો કોમેડી બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. 68,000 થી પણ વધારે લોકોએ વીડિયોને પસંદ કર્યો છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે આ વ્યક્તિના નસીબ સારા હશે તેના કારણે તેનો જીવ બચી ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*