હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે સુરત શહેરમાં થયેલા એક લગ્નની ચર્ચા હાલમાં સમગ્ર દેશભરમાં ચાલી રહી છે. ઓલું કહેવાય છે ને કે પ્રેમના સીમાડા ન હોય તે કહેવત સુરતમાં સાર્થક બનતો હોય તેવો એક કિસ્સો હાલમાં સામે આવી રહ્યો છે. સુરત શહેરથી અભ્યાસ કરવા માટે પોલેન્ડ ગયેલા એક યુવકને પોલેન્ડની યુવતીની સાથે પ્રેમ થઈ ગયો હતો.
ત્યારબાદ પોલેન્ડની યુવતી ભારતીય યુવક સાથે લગ્ન કરવા માટે સુરત પહોંચી હતી. અહીં બંને હિન્દુ રીતે ધામધૂમથી લગ્ન કર્યા હતા. સુરતનો યુવક પોલેન્ડમાં એમબીએ નો અભ્યાસ કરવા માટે ગયો હતો. ત્યાં તે પોલેન્ડની ભૂરીના પ્રેમમાં પડી ગયો હતો. હાલમાં તો સોશિયલ મીડિયા પર ચારેય બાજુ બંનેના લગ્નની જ ચર્ચાઓ ચાલી રહી છે.
વિગતવાર વાત કરે તો મૂળ ભાવનગરના વતની અને હાલમાં સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા પરમાર વાલજીભાઈ રાઘવભાઇને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. વાલજીભાઈનું 29 વર્ષનો દીકરો ભૂમિક પોલેન્ડમાં એમબીએનો અભ્યાસ કરવા માટે ગયો હતો. ભૂમિકને ત્યાં રહેતી ઇવેલીના નામની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો.
બંનેનો પ્રેમ એટલો હતો કે બંને એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું. ત્યારબાદ ભૂમિ કે પોતાના માતા પિતા સાથે લગ્નની વાતચીત કરી હતી. ખુશી માટે માતા પિતાએ તેને લગ્ન કરવાની મંજૂરી આપી દીધી હતી. લગ્નની મંજૂરી મળી ગઈ છે તે સમાચાર મળતા જ ઇવેલીના ભૂમિક સાથે લગ્ન કરવા માટે ભારત આવી હતી.
9 માર્ચના રોજ બંનેના સુરતમાં ધામધૂમથી લગ્ન થયા હતા. પીઠી, ગણેશ સ્થાપનાથી લઈને તમામ રસમો હિન્દુ રીતે રિવાજ મુજબ જ લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્નમાં પરિવારના તમામ સંબંધીઓ સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. બધાએ નવદંપત્તિને આશીર્વાદ આપ્યા હતા. હાલમાં તો બંનેના લગ્નની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ચાલી રહી છે.
View this post on Instagram
બંનેના આ અનોખા લગ્ન વિશે લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જાનમાં ભૂમિક અને તેની દુલ્હન મન મૂકીને નાચ્યા હતા. જાનમાં બંને ગોરી રાધાને કાળો કાન ગીત પર ડાન્સ કર્યો હતો. આટલું જ નહીં પરંતુ દુલ્હનને અનોખા અંદાજમાં ગરબા પણ લીધા હતા. નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment