મિત્રો આપણા ગુજરાતીમાં કહેવત કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમમાં લોકો શું કરી બેસતા હોય છે તે તેને પણ ખબર રહેતી નથી. ત્યારે હાલમાં બનેલો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 19 વર્ષનો છોકરો એક ડોશીના પ્રેમમાં પડી ગયો છે. 19 વર્ષના છોકરાએ 76 વર્ષની ડોસીને પ્રપોઝ કર્યું હતું.
આ વાત સાંભળીને તમને પહેલા નવાઈ લાગશે પરંતુ આ વાત સાચી છે. યુવકે સોશિયલ મીડિયા પર મહિલાને પ્રપોઝ કરતો હોય તેવા પોતાના ફોટા પણ શેર કર્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે બંનેની ઉંમર વચ્ચે 57 વર્ષનો તફાવત છે. વાયરલ થઈ રહેલા કપલના ફોટો જોઈને ઘણા લોકો જોકે ઉઠ્યા છે અને ઘણા લોકો રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.
ઘણા લોકો તો અલગ અલગ પ્રકારના સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે યુવકને ટ્રોલ કરતા લોકોને તેને જવાબ આપ્યો હતો કે, તેનો પ્રેમ સાચો છે અને તે આગળ પણ પોતાનો સંબંધ ચાલુ રાખશે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો Giuseppe D’Anna નામનો યુવક 76 વર્ષની વૃદ્ધ મહિલા ને પોતાની ગર્લફ્રેન્ડ કરી રહ્યો છે.
આ યુવકની વાત સાંભળીને સૌ કોઈ લોકો હેરાન થઈ ગયા હતા. આ વાતની સોશિયલ મીડિયામાં ઘણી બધી ચર્ચાઓ પણ ચાલી રહે છે. આ યુવકના ટિકટોક પર બે લાખથી પણ વધારે ફોલોવર્સ છે. મિત્રો તમને જણાવી દઈએ કે 24 મેના રોજ ટિકટોક પર તેને પોતાની 75 વર્ષની ગર્લફ્રેન્ડના ફોટા શેર કર્યા હતા.
ફોટામાં જોઈ શકો છો કે યુવક પોતાની 75 વર્ષની વૃદ્ધ ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી રહ્યો છે. યુવકે પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું તેનો એક વીડિયો પણ તેને શેર કર્યો છે. ઘણા લોકો આ વાત સાંભળીને અવારનવાર સવાલો ઉઠાવી રહ્યા છે અને ઘણા લોકો આ યુવકના પ્રેમના વખાણ કરી રહ્યા છે.
વિડીયો પોસ્ટ કરતા યુવકે વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, આ તો માત્ર એક લાંબા સફરની શરૂઆત છે. આ સફર આગળ પણ ચાલતો રહેશે. અમારી પ્રોમિસ છે. યુવકનો કહેવું છે કે તેનો પ્રેમ સાચો છે. મિત્રો આ બંનેના પ્રેમ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય આપજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment