આજના આધુનિક જમાનામાં મોંઘવારી દિવસેને દિવસે વધતી જાય છે, જેના કારણે લોકોને ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે. પરંતુ ઘણી વખત આ સંઘર્ષ એટલો મુશ્કેલ બની જાય છે કે જીવન જીવવું મુશ્કેલ બને છે. વ્યક્તિ જો સતત સંઘર્ષ કરતા રહે તો સૌથી મુશ્કેલ લક્ષ્ય પણ તેમના માટે સરળ બની જાય છે.
જોકે પ્રતિકૂળ સંજોગોમાં સામે લડીને આગળ વધવાનો આ સંઘર્ષ એટલો સરળ નથી. પરંતુ જો કંઈક કરી બતાવવાની હિંમત હોય તો દરેક મંઝિલ સરળ લાગે છે .આવી જ એક કહાની જણાવવા જઈ રહ્યા છીએ, આશિષકુમાર છત્તીસગઢ ના કોરબા જિલ્લાના બુઢાપુર ગામના રહેવાસી છે. તેમનું આખું જીવન સંઘર્ષમાં વિત્યું છે, તેમનો જન્મ ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો.
તેમના પરિવારને મૂળભૂત જરૂરિયાતોને પૂરી કરવા માટે પણ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. નાની ઉંમરે જ આશિષ કુમારે તેમના માતા-પિતાને છત્રછાયા ગુમાવી હતી, જ્યારે દસ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. તેમના માતા-પિતાના મૃત્યુ બાદ આશિષકુમાર નો ઉછેર તેમના કાકાએ કર્યો હતો.
તેમણે ગામની જ સરકારી સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું, તેમણે હાઈસ્કૂલ નો અભ્યાસ દૂરના ગામની સ્કૂલમાંથી પૂરો કર્યો હતો. આ પછી તેમણે બિલાસપુરની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાંથી ઈલેક્ટ્રીક એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું હતું.
આશિષકુમાર ભણવામાં હોશિયાર હતા, તેમનું નાનપણથી સિવિલ સર્વિસમાં જોડાવાનું લક્ષ્ય હતું. આ કારણોસર તેમણે ગ્રેજ્યુએશનના દિવસોમાં CGPSC પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી. તેમની ક્ષમતાના આધારે તેમને પહેલા જ પ્રયાસમાં પરીક્ષા પાસ કરી લીધી હતી.
પરંતુ તેઓને આ પોસ્ટથી સંતુષ્ટ ન હતા અને ફરીથી પ્રયાસ કર્યો, આ વખતે તેઓએ ડેપ્યુટી કલેક્ટર ની પરીક્ષા આપી અને તેઓ ડેપ્યુટી કલેક્ટર બન્યા અને તેમનું લક્ષ્ય હાંસલ કર્યું. આશિષ કુમાર ની કહાની આપણને એ શીખવે છે કે જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે પરંતુ તેનો સામનો કરવો અને સંઘર્ષ કરવાનું ન છોડવું જોઈએ તો જ આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment