હાલમાં બનેલી એક કાર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ અકસ્માતની ઘટનામાં કાર રોડની બાજુમાં પાર્ક કરેલા ટ્રેક્ટરની પાછળના ટેન્કર સાથે અથડાઈ હતી. પુરપાટ ઝડપના કારણે કાર બેકાબૂ બની ગઈ હતી અને ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. આ કાર અકસ્માતની ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.
જ્યારે ઇજાગ્રસ્ત થયેલા બે યુવકોની સારવાર ચાલુ છે. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ ગંભીરકાર અકસ્માતની ઘટના ઇંદોરમાં બની હતી. યુવરાજસિંહ નામનો યુવક પોતાના બે મિત્રો સાથે MP 09 WL 6534 નંબરની કાર લઈને રાત્રે 3:00 વાગ્યાની આસપાસ ફરવા માટે નીકળ્યો હતો.
આ દરમિયાન પૂરપાટ ઝડપે જતી કાર બે કાબુ થતા ફૂટપટ પર ઉભેલા MP 09 AD 6698 નંબરના ટેન્કરને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં યુવરાજ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ ત્રણેય મિત્રોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવરાજનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર સ્પીડમાં કાર ચલાવતી વખતે યુવરાજ વિડીયો બનાવી રહ્યો હતો. આ સમગ્ર ઘટનાના પોલીસ પાસે બે વીડિયો સામે આવ્યા છે. એક વિડિયો અકસ્માતના સમયે કારની અંદરનો છે અને બીજો વિડીયો કારની બહારનો છે.
કારની અંદરના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કાર કેટલી ઝડપે ચાલી રહી હતી. વીડિયોમાં યુવરાજની બાજુમાં બેઠેલો મિત્ર તેને કાર ધીમી ચલાવવા માટે કહે છે. ત્યારે જ અચાનક કાર બેકાબૂ બનીને ટેન્કર સાથે અથડાય છે.
વિડીયો બનાવવાના ચક્કરમાં જીવ ગુમાવ્યો…! પૂરપાડ ઝડપે જતી કાર ટેન્કર સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, એક વ્યક્તિનું મૃત્યુ – જુઓ અકસ્માતનો વિડીયો… pic.twitter.com/dXGgXVSfcB
— GUJJU ROCKZ (@gujju_rockz) July 9, 2022
આ અકસ્માતની ઘટનામાં યુવરાજનું કરુણ મૃત્યુ થયું છે જ્યારે તેના બે મિત્રોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહે છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાને લઈને ઇજાગ્રસ્ત થયેલા મિત્રોની હજુ પણ પૂછપરછ કરવામાં આવ્યું નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment