દાહોદ તાલુકાના ઉસરવાણ એક યુવકે પોતાના બે મિત્રો સાથે મળીને એક યુવકની ધુલાઇ કરી હતી. યુવકની ધુલાઇ કર્યા બાદ તેઓ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું કરૂણ મૃત્યુ થયું હતું.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને બે આરોપીની ધરપકડ કરી છે. હજુ પણ એક આરોપી ફરાર છે. મળતી માહિતી અનુસાર દાહોદ શહેરમાં ભીલવાડામાં મારવાડી ખાતે રહેતો સંજય પારસીંગભાઈ ભુરીયાની બહેનને દાહોદ તાલુકાના જાલત ગામે ખાખરીયા ફળિયામાં રહેતા 22 વર્ષીય અજીતભાઈ કલસીંગભાઈ બીલવાળા સાથે પ્રેમ સંબંધ હતો.
આ અંગે યુવતીના ભાઇને ખબર પડતા યુવતીના ભાઈએ પોતાના બે મિત્રો સાથે મળીને અજીતભાઈની ધુલાઇ કરી હતી. મળતી માહિતી અનુસાર 21 ફેબ્રુઆરીના રોજ સંજય પોતાના બે મિત્રો સાથે બુલેટ પર અજીત પાસે આવ્યો હતો.
ત્રણેય અજીતની ઉપાડીને એક ગેરેજમાં લઈ ગયા હતા. જ્યાં અજીતની ધુલાઈ કરી હતી. ખૂબ જ ધુલાઈ કર્યા બાદ ત્રણેય ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં અજીતના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
ત્યારબાદ તેને ત્યાંથી સારવાર માટે દાહોદની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન અજિતનું કરૂણ મૃત્યુ થયું હતું. ઘટના બન્યા બાદ અજીતના પિતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને બે આરોપીની ધરપકડ કરી છે. હજુ પણ એક આરોપી ફરાર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment