અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. તમામ રામ ભક્તોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મિત્રો આપણે પ્રભુ શ્રી રામના જીવનની કેટલીક વાતો સોશિયલ મીડિયા પર સાંભળી હશે.
એક એવી માન્યતા છે કે, પ્રભુ શ્રી રામે પોતાના વનવાસના 11 વર્ષ ગુજરાતમાં વિતાવ્યા છે. એવું કહેવાય છે કે, ગુજરાતમાં સાપુતારા એક એવું સ્થાન છે. જ્યાં પ્રભુ શ્રી રામએ વનવાસના 11 વર્ષ વિતાવ્યા છે.
એવું કહેવાય છે કે, સાપુતારા એટલે સાપનું ઘર. અહીં કેટલાક બગીચાઓ છે જેમાં સિમેન્ટના મોટા સાપ બનાવવામાં આવ્યા છે અને કહેવાય છે કે અહીંના જંગલોમાં વિવિધ પ્રકારના સાપ જોવા મળે છે.
દર વર્ષે ચોમાસા અને શિયાળાની ઋતુમાં અહીં સેકડો ગુજરાતીઓ ફરવા માટે આવે છે. ચોમાસા અને શિયાળાની ઋતુમાં અહીં એક અલગ જ પ્રકારનું વાતાવરણ જોવા મળે છે.
ધાર્મિક દ્રષ્ટિકોણથી સાપુતારાને ખૂબ જ ઉત્તમ ગણવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે, ભગવાન રામે તેમના વનવાસના 11 વર્ષ અહીં વિતાવ્યા છે. સાપુતારામાં સૂર્યાસ્ત અને સૂર્યોદયનો એક અલગ જ નજારો જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment