લુટેરી દુલ્હન! આ મહિલા અત્યાર સુધીમાં આટલા લોકો સાથે લગ્ન કરીને તેમને કરી નાખ્યા છે કંગાલ…

આપણને સૌને ખબર છે કે લગ્નને પવિત્ર સંબંધ છે. પરંતુ આજના સમયમાં ઘણા લોકોએ લગ્નના પવિત્ર સંબંધને કમાણીનો એક સ્ત્રોત બનાવી નાખ્યો છે. ત્યારે હાલમાં લગ્નના નામે એક મહિલા પૈસા કમાઈ રહી છે. આ બનાવથી તમામ કુવારા લોકોને સાવધાન થવું જરૂરી છે.

એક યુવતી અલગ-અલગ યુવકો સાથે લગ્ન કરીને તેણે પોતાના જાળમાં ફસાવે છે અને તેમના ઘરેથી કીમતી વસ્તુની ચોરી કરીને ફરાર થઈ જાય છે. હાલમાં રાજસ્થાનની આ લુટેરી દુલ્હન ચારે બાજુ ચકચાર મચાવી દીધી છે. આ યુવતીએ અત્યાર સુધીમાં 13 લોકો સાથે લગ્ન કર્યા છે.

અને આ 13 લોકોને કંગાલ બનાવી નાખ્યા છે. આ મહિલા લોકો સાથે લગ્ન કરે છે અને ત્યારબાદ તેને પોતાના જાળમાં ફસાવીને ઘરમાંથી કીમતી વસ્તુ ચોરીને ફરાર થઈ જાય છે. 13 લોકો આ લુટેરી દુલ્હનનો ભોગ બની ગયા છે. આ મહિલા પોતાનું જીયોદેવી નામ બતાવે છે અને તેની ઉંમર 38 વર્ષ કહે છે.

મળતી માહિતી અનુસાર આ મહિલા બાડમેર જિલ્લાના ચૌહટનના ઈશ્વરપુરા કપરાઉં નિવાસી છે. આ મહિલાએ અત્યાર સુધીમાં 13 યુવકોને પોતાના જાળમાં ફસાવ્યા છે. તેમની સાથે લગ્ન કર્યા છે અને તેમના ઘરમાંથી રોકડા રૂપિયા અને દાગીના લઈને ફરાર થઈ ગઈ છે.

હાલમાં જ આ મહિલાએ માપુરી નિવાસી રામ પુત્ર જોગારામને ફસાવીને લૂંટ ચલાવી હતી. ત્યારબાદ જોગારામ એ આ સમગ્ર ઘટનાને લઇને મહિલા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મહિલાની શોધખોળ શરૂ કરી હતી અને છેવટે આ મહિલાને પકડી પાડી હતી. આ મહિલાના વિરુદ્ધમાં અત્યાર સુધીમાં 13 જેટલા કેસ નોંધાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*