આ સાસુ તો જુઓ..! લગ્નમાં સાસુએ સિગરેટથી જમાઈને વધાવ્યા, દુલ્હનના માતા-પિતાએ જમાઈ માટે સિગરેટ સળગાવી અને પછી તો…જુઓ વાયરલ વિડિયો…

સોશિયલ મીડિયા પર તમે દરરોજ લગ્નના ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં દુનિયાના માતા-પિતાએ જમાઈને એવી અનોખી રીતે વધાવ્યા કે જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આ વીડિયોમાં કન્યાના માતા પિતા લગ્નના દિવસે સિગરેટ સળગાવીને જમાઈનું સ્વાગત કરતા હોય તેવું બતાવવામાં આવી રહ્યું છે.

વાયરલ થઈ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર joohiie નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 60 લાખથી પણ વધારે લોકોએ જોયો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજા એક સોફા ઉપર બેઠેલો જોવા મળી રહ્યો છે.

આ દરમિયાન તેના સસરા અને સાસુ તેના માટે સિગરેટ સળગાવતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સાસુ જમાઈના મોઢામાં સિગરેટ મુકતા જોવા મળી રહ્યા છે. જ્યારે સસરા જમાઈની સિગરેટ સળગાવતા જોવા મળી રહ્યા છે. આ દ્રશ્ય જોઈને ત્યાં ઉભેલા કેટલાક મહેમાનો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને કેટલાક લોકો ખડખડાટ હસી પડ્યા હતા.

ત્યાર પછી જમાઈ મોઢામાંથી સિગરેટ બહાર કાઢીને પોતાના સસરાને પાછી આપી દે છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. વિડીયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, હમણાં જ લગ્નની નવી પરંપરા જ હોય છે. જેમાં સાસુ વરનું સ્વાગત બીડીપાન અને મીઠાઈ થી કરે છે.

વધુમાં લખ્યું કે આ દક્ષિણ ગુજરાતના કેટલા ગામની એક જૂની પરંપરા છે. પરંતુ તેમજ કોઈપણ પ્રકારનું ધૂમ્રપાન કરવામાં આવતું નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સિગરેટ પણ આખી સળગાવવામાં આવી નથી. આ ઉપરાંત વધુમાં લખવામાં આવ્યું હતું કે, માત્રને માત્ર ધાર્મિક વિધિ માટે વરરાજાના સાસુ અને સસરાએ આ પરંપરાનું પાલન કર્યું છે. આએકમાત્ર ધાર્મિક વિધિ છે. ખાલી હસી ખેલ માટે કરાય છે.

 

View this post on Instagram

 

A post shared by Joohi K Patel (@joohiie)

આના ઉપર ગુસ્સો થવાની જરૂર નથી. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો આ પરંપરાની વિરુદ્ધમાં ટિપ્પણીઓ કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો કહી રહ્યા છે કે આ બિહાર અને ઓડિશાની એક પ્રચલિત લગ્નની વિધિ છે. હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયો વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*