મિત્રો હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે અને ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં ધામધૂમથી લગ્ન પ્રસંગ યોજાઇ રહ્યા છે. દરેક લોકો પોતાના લગ્ન અનોખા બનાવવા માટે કંઈક નવું કરતા હોય છે. જેથી તેમના લગ્ન લોકોને વર્ષો સુધી યાદ રહે. હાલમાં તો લોકો લગ્નમાં કંઈક નવું અને લોકો આકર્ષણનું કેન્દ્ર બને તે માટે કંઈકને કંઈક કરતા હોય છે. ત્યારે આજે આપણે જામનગર શહેરમાં નીકળેલા એક શાહી ફુલેકા વિશે વાત કરવાના છીએ.
આ ફૂલેકું જોવા માટે લોકોના ટોળેટોળા આવ્યા હતા. મિત્રો તમને બધાને ખબર હશે કે ફૂલેકું તો માત્ર વરરાજાનું જ નીકળે પરંતુ જામનગરના સરવૈયા પરિવાર પોતાની લાડલી દીકરીનું ફૂલેકું કાઢીને લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. વાજતે ગાજતે દીકરીનું ખૂબ જ શાહી અંદાજમાં ફૂલેકું કાઢવામાં આવ્યું હતું.
દુલ્હન બિનલબા સરવૈયા પોતાનો પરંપરાગત પહેરવેશ પહેરીને શાહી હાથી પર સવાર થઈને લગ્ન મંડપએ પહોંચ્યા હતા. જેનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ શાહી ફુલેકુ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું અને રસ્તા પરથી જતા લોકો આ ફુલેકેનો જોવા માટે પોતાની જગ્યા પર ઉભા રહી ગયા હતા.
મિત્રો દરેક માતા-પિતાને એક વાત કહેવી છે કે જેમ તમે પોતાના દીકરાની દરેક ઈચ્છા પૂરી કરો છો. તેમ તમારે પણ તમારી દીકરીઓની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરવી જોઈએ. આપ શાહી ફૂલેકું જોઈને આપણને બધાને વિચાર આવતો હશે કે, પરિવારના લોકોએ દીકરીને હાથીની અંબાડી પર બેસાડીને શા માટે શાહી ફુલેકુ કાઢ્યું હોય છે?
તો ચાલો આ વાત પર થોડીક વાત કરીએ. દિકરી બિનલબાની ઈચ્છા હતી કે તેઓ લગ્ન મંડપએ હાથી પર બેસીને જાય. દીકરીની ઈચ્છા પુરી તેમના દાદા અરવિંદસિંહ સરવૈયા એ કરી હતી. પોતાની દીકરીની ઈચ્છા પૂરી કરવા દાદાએ હાથીને શાહી અંદાજમાં શણગાર્યો હતો અને દીકરીને હાથી પર સવાર કરીને વાજતે ગાજતે લગ્ન મંડપ સુધી લઈ ગયા હતા.
જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો દીકરીના પરિવાર અને દીકરીના દાદાના મન મૂકીને વખાણ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment