દીકરીની ઈમાનદારી તો જુઓ..! ગરીબ દીકરીને 7 લાખ રૂપિયાનો ચેઈન મળ્યો, પછી દીકરીએ કંઈક એવું કર્યું કે… ચારેય બાજુ થઈ રહી છે વાહ વાહ…

Published on: 10:39 am, Sun, 4 December 22

મિત્રો હાલમાં ભલાઈનો જમાનો રહ્યો નથી. આજના જમાનામાં જો કોઈ પણ વ્યક્તિને રસ્તા ઉપરથી કીમતી વસ્તુ મળી હોય તો તે વસ્તુને તેના માલિકને પાછી આપતા નથી. પરંતુ આજે આપણે એક એવી દીકરીની વાત કરવાના છીએ જેની ઈમાનદારી અને પ્રામાણિકતા જોઈને તમે પણ તેની વાહ-વાહ કરશો.

તમને બધાને ખબર છે કે લગ્ન પ્રસંગમાં અનેક વખત કીમતી વસ્તુ ખોવાઈ જવાની ઘટનાઓ બનતી હોય છે. આવી ખોવાયેલી વસ્તુ ભાગ્યે જ મળતી હોય છે. પરંતુ ઘણા એવા લોકો પણ હોય છે જેમને રસ્તા ઉપર મળેલી વસ્તુ તેઓ મૂળ માલિકને પહોંચાડવા માટે પોલીસને આપી દેતા હોય છે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં રાજસ્થાનના નિમોઠા ગામમાં બનેલો એક પ્રેરણાદાયક કિસ્સાની ચર્ચાઓ ચાલી રહે છે. અહીં ગામમાં રહેતા રાજેન્દ્ર મણી નામના વ્યક્તિના દીકરાના લગ્ન હતા. દીકરાના લગ્ન હોવાના કારણે પરિવારમાં ખુશીનો માહોલ હતો. દીકરાના લગ્ન દરમિયાન રાજેન્દ્ર મળીને ખબર પડે છે કે તેમનો 7 લાખ રૂપિયાનો સોનાનો ચેઈન ખોવાઈ ગયો છે.

ત્યારબાદ પરિવારના લોકો તે ચેઈન અને ગોતવાનો ઘણો પ્રયાસ કરે છે, પરંતુ કોઈને પણ ચેઈન મળતો નથી. જેના કારણે રાજેન્દ્ર મણી ચિંતામાં મુકાઈ ગયા હતા. દીકરાના લગ્ન પૂર્ણ થઈ ગયા બાદ રાજેન્દ્ર મણીની પત્ની ઘરની બહાર ઉદાસ થઈને ઊભેલી હતી. ત્યારે તેના ઘર પાસેથી એક મહિલા પસાર થાય છે અને તે રાજેન્દ્ર મણીને પત્નીને ઉદાસ હોવાનું કારણ પૂછે છે.

પછી રાજેન્દ્ર મણીની પત્ની તે મહિલાને આખી વાત જણાવે છે. ત્યારબાદ તે મહિલા જણાવે છે કે મારી દીકરી પૂજાને આ ચેઈન મળ્યો છે. ત્યારબાદ પૂજા સોનાનો ચેઈન લાવીને રાજેન્દ્રને આપી દે છે. પૂજા એ કહ્યું કે છોકરીના હાથમાંથી ચેઈન પડે તેની બહેનના બેગમાં પડી ગયો હતો. મળતી માહિતી અનુસાર પૂજાને મળેલો ચેઈન સોનાનો છે તે તેને ખબર ન હતી.

આજના સમયમાં આવા પ્રામાણિક લોકો ખૂબ જ ઓછા જોવા મળે છે. સોનાનો 7 લાખ રૂપિયાનો ચેઈન મળી જતા રાજેન્દ્ર ખૂબ જ ખુશ થઈ ગયા હતા. તેમને પૂજાને સ્કુટી આપવાનું વચન આપ્યું હતું. પરંતુ પૂજા સ્કુટી લેવાની ના પાડી દે છે. ત્યારબાદ રાજેન્દ્રમણી પૂજાને એક લાખ રૂપિયાનો ચેક આપે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દીકરીની ઈમાનદારી તો જુઓ..! ગરીબ દીકરીને 7 લાખ રૂપિયાનો ચેઈન મળ્યો, પછી દીકરીએ કંઈક એવું કર્યું કે… ચારેય બાજુ થઈ રહી છે વાહ વાહ…"

Leave a comment

Your email address will not be published.


*