આ દાદીનું ડેરીંગ તો જૂઓ..! ખૂબ જ ઊંચાઈ પરથી દાદીએ પાણીમાં લગાવી એવી છલાંગ કે… વિડીયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…

મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત એવા વિડીયો વાયરલ થતા હોય છે. જે જોઈને આપણે દંગ થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં વાયરલ થયેલો વીડિયો જોઈને તમારા પણ રુવાડા બેઠા થઈ જશે. વાયરલ થયેલા વીડિયોમાં તમે દાદીનું ડેરિંગ જોઈને હક્કા બક્કા થઈ જશો.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે લગભગ 50 થી 60 વર્ષની ઉંમરના એક મહિલા તામ્રબર્ની નામની નદીના પુલ ઉપર પહોંચે છે. આ વૃદ્ધ મહિલાએ સાડી પહેરેલી છે. છતાં પણ ડેરિંગ બતાવીને નદીમાં છલાંગ લગાવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નદીમાંથી પુલની ઊંચાઈ લગભગ 40 ફૂટ હોવાનું કહેવાયું છે.

છતાં પણ વૃદ્ધ મહિલાને જરાક પણ ડર લાગતો નથી અને તેઓ જબરદસ્ત નદીમાં છલાંગ લગાવે છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

અહેવાલ અનુસાર કહેવામાં આવી રહ્યું છે આ મહિલાઓ દરરોજ નદીમાં સ્નાન કરવા માટે આવે. પરંતુ આ વખતે એક યુવકે આ મહિલાનો વિડીયો ઉતાર્યો હતો અને પછી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. હાલમાં વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ હજુ વાયરલ થઈ રહ્યો છે અને લોકો દાદીની હિંમતના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે સાડી પહેરી છે છતાં પણ દાદી નદીમાં કોઈપણ પ્રકારના ડર વગર આરામથી છલાંગ લગાવે છે. વાયરલ થઈ રહેલો વિડિયો ટ્વીટર પર IAS ઓફિસર Supriya Sahuએ પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે.

વીડિયોના કેપ્શનમાં એવું લખવામાં આવી રહ્યું છે કે વાયરલ થઈ રહેલો વિડિયો તમિલનાડુમાંથી સામે આવી રહ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 70000 થી પણ વધારે લોકોએ જોયો છે. આ ઉપરાંત કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટો કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*