મિત્રો અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મોટી સંખ્યામાં સિંહ વસવાટ કરી રહ્યા છે. અહીં દિવસેને દિવસે સિંહની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે ઘણી વખત સિંહ શિકારની શોધમાં રેણાક વિસ્તારમાં પહોંચી આવતા હોય છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર રહેણાંક વિસ્તારમાં સિંહના આટાફેરાના ઘણા અવારનવાર વિડીયો તમે જોયા જ હશે.
ત્યારે હાલમાં વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સિંહણ ગાયનો શિકાર કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ દરમિયાન એક ખેડૂત એવી હિંમત બતાવે છે કે સિંહણને ખાલી હાથે ત્યાંથી પાછો જવું પડે છે. વિડીયો જોયા છે.. વાયરલ થઇ રહેલો વિડિયો ગીર સોમનાથ જિલ્લાના આલીદર ગામનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સિંહણે એક ગાય પર પ્રહાર કર્યા છે અને ગાયને પકડી લીધી છે. આ દરમિયાન ગાય સિંહણથી બચવાના પ્રયાસ કરતી નજરે પડી રહી છે. આ દ્રશ્યો જોઈને એક ખેડૂત અહીં દોડી આવે છે. ત્યાર પછી ખેડૂત આ સિંહણને ભગાડવા માટે બૂમો પાડે છે.
છતાં પણ સિંહણ ગાયને છોડતી નથી. જેના કારણે ખેડૂત હિંમત બતાવીને પોતાના હાથમાં ખાલી એક પથ્થરો ઉપાડે છે, પથરો જોઈને સિંહણ ત્યાંથી ભાગી ગઈ હતી. ખેડૂતની હિંમત ના કારણે આજે ગાયનો જીવ બચી ગયો છે.. ત્યાં ઉભેલા એક કાર ચાલકે આ સમગ્ર દ્રશ્યો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા.
ગીર સોમનાથ જિલ્લાના આલીદર ગામે સિંહણ દ્વારા ગાય ઉપર હુમલો કરેલ ત્યારે ખેડૂતે #Credit કિરીટસિંહ ચૌહાણ પોતાની ગાયને એક ખમીરવંતો પ્રયાસ કરેલ અને સફળતા મળેલ.
ખુબ ખુબ સલામ#lion #animalattack #cow #lioness #kingofthejungle #hunt #wildlife #india #nationalgeographic #discovery pic.twitter.com/lDYGub9bfZ— Vivek Kotadiya🇮🇳 BJP (@VivekKotdiya) June 29, 2023
હાલમાં વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને લોકો કોમેન્ટ બોક્ષમાં આ ખેડૂત ના મન મૂકીને વખાણ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment