મિત્રો ગુજરાતના લોકલાડીલા એવા ખજૂરભાઈને આપ સૌ લોકો ઓળખતા જ હશો. પોતાના સેવાકીય કામના કારણે ખજૂરભાઈ લાખો ગુજરાતીઓના દિલમાં વસેલા છે. હજુ થોડા દિવસ પહેલા જ ખજૂરભાઈ લગ્નના બંધનમાં બંધાયા છે. જેના ઘણા વિડીયો અને ફોટા પણ તમે સોશિયલ મીડિયા પર જોયા હશે. મિત્રો ખજૂરભાઈના લગ્ન મીનાક્ષી દવે સાથે થયા છે. આપણે ખજૂરભાઈના જીવનની ઘણી વાતો સોશિયલ મીડિયા પર સાંભળી હશે.
પરંતુ આજે આપણે ખજૂરભાઈના ધર્મ પત્ની મીનાક્ષી દવેની કેટલીક વાતો વિશે વાત કરવાના છીએ. વાત કરીએ તો મીનાક્ષી દવે સાવરકુંડલાના દોલતી ગામના વતની છે. તેમના પિતાશ્રીનું નામ કિશોરભાઈ દવે છે અને તેઓ સિંચાઈ ખાતામાં નોકરી કરે છે. જ્યારે તેમની માતાશ્રીનું નામ અરુણાબેન છે અને તેઓ હાઉસવાઈફ છે. મીનાક્ષી દવેને 3 મોટી બહેનો છે અને એક નાનો ભાઈ છે.
જેમાંથી બે બહેનોના લગ્ન થઈ ગયા છે. જ્યારે ત્રીજા નંબરની બહેનની સગાઈ થઈ છે અને મીનાક્ષી દવેનો ભાઈ બીકોમમાં અભ્યાસ કરે છે. ખજૂરભાઈના ધર્મપત્ની મીનાક્ષી દવેના ભણતરની વાત કરીએ તો, તેઓએ B.Faram કર્યો છે. હવે ચાલો જાણીએ ખજુરભાઈ અને મીનાક્ષી દવેની મુલાકાત કેવી રીતે થઈ.
વાત કરીએ તો મીનાક્ષી દવે જ્યારે અમદાવાદમાં નોકરી કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના મમ્મીની તબિયત બગડી ગઈ હતી. જેથી તેઓ પોતાની નોકરી છોડીને પોતાના મમ્મીની સેવા કરવા માટે ઘરે આવી ગયા હતા. આ દરમિયાન ખજૂર ભાઈ દોલતી ગામમાં અંધ દાદીમાનું ઘર બનાવવા માટે આવ્યા હતા. અહીં મીનાક્ષી દવે ખજૂર ભાઈ એને પહેલી વખત જોયા હતા.
મીનાક્ષી દવે ખજૂર ભાઈના ચાહક હતા એટલે તેઓ પહેલી વખત ખજૂર ભાઈને એક ફેન તરીકે મળ્યા હતા. ત્યારે તેમને ખજુરભાઈ સાથે ફોટો પણ પડાવ્યો હતો. પછી થોડાક સમય બાદ ખજૂર ભાઈ ખાંભા નજીક હનુમાનગઢમાં હનુમાનજીના મંદિરે પોતાના પરિવાર સાથે દર્શન કરવા માટે ગયા હતા. આ દરમિયાન મીનાક્ષી દવેનું પરિવાર પણ ત્યાં દર્શન માટે આવ્યું હતું.
ત્યારે ખજૂર ભાઈ અને મીનાક્ષી દવે ફરી એકવાર એકબીજાને મળ્યા હતા. ત્યારે ખજૂર ભાઈ અને મીનાક્ષી દવે એકબીજાનો નંબર લીધો હતો. અહીં ખજૂર ભાઈના મમ્મીને મીનાક્ષી દવેનો સ્વભાવ ખૂબ જ ગમ્યો હતો. પછી ખજૂરભાઈના મમ્મીએ મીનાક્ષી દવેના પિતા સમક્ષ તેમની દીકરીનો હાથ માંગ્યો હતો. પછી તો ખજૂરભાઈ અને મીનાક્ષી દવેની સગાઈ થઈ હતી અને હવે બંને લગ્નના પવિત્ર બંધનમાં પણ બંધાઈ ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment