ગુજરાત રાજ્યના છ મહાનગરોમાં લાગશે લોકડાઉન, ગૃહ વિભાગના વાયરલ પરિપત્ર ની સરકારે કરી સ્પષ્ટતા

1559

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના કેસ ને લઈને જાય તંત્ર ચિંતામા છે તો બીજી તરફ જનતા પણ કફડાટ અનુભવી રહી છે ત્યારે આ બધા વચ્ચે પરિપત્ર વાયરલ થઇ રહ્યો છે. ગૃહ વિભાગના નામે વાયરલ થઈ રહેલા પરિપત્ર માં કહેવાયું છે.

કે, ગુજરાતના પાંચ શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવશે. જોકે સરકારે સ્પષ્ટતા કરી છે કે સરકાર દ્વારા આ પ્રકારનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને આ પરિપત્ર ખોટો છે.

વાયરલ થયેલા ખોટા પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ગુજરાતમાં વધતા જતાં કોરોના કેસને કાબુ માં કરવા સરકાર દ્વારા નાઈટ કરફ્યુ ની જાહેરાત કરવામાં આવી છે.

જોકે તેના નક્કર પરિણામો ન મળતાં સરકારે રાજ્યના છ મોટા શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર અને ભાવનગરમાં આગામી તારીખ 11 એપ્રિલ થી 17 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવશે.

સાથે જ કહેવામાં આવ્યું છે કે લોકડાઉન દરમિયાન માત્ર આપાતકાલીન સેવાઓ ચાલુ રહેશે. જિલ્લામાં પ્રવેશ અને નિષેધ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ ની પરવાનગી જરૂરી છે.

નોંધનીય છે કે,ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 4541 નવા કેસ નોંધાયા જયારે વધુ 42 ના મુતયુ થયા છે.ગુજરાત માં કોરોના એ તમામ રેકોર્ડ તોડી દીધા છે.

ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સોથી વધુ કેસ છે.આ પહેલા ગઈકાલે 9 એપ્રિલ 4 હજાર થી વધુ નવા કેસ નોંધાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!