જાન્યુઆરીની આ તારીખે સ્થાનિક ચૂંટણીઓની જાહેરાત થવાની મોટી શક્યતા, જાણો વિગતે.

194

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત 21 મી જાન્યુઆરી ની આસપાસ થાય તેવી શક્યતા છે. પહેલા ચરણમાં અમદાવાદ સુરત વડોદરા રાજકોટ જામનગર અને ભાવનગર એમ છ મહાનગર પાલિકા માટે અને બીજા ચરણમાં 81 નગરપાલિકાઓ.

31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયત માટે ચૂંટણીઓ થશે.આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ફેબ્રુઆરીના અંત પહેલા પૂરી થઈ જશે.રાજ્યના ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વહીવટદાર ના મૂકી શકાય કે ટર્મ વધારો ન કરી શકાય.

તો શું કરવું તે બાબતે કોર્ટમાં માર્ગદર્શન માગ્યું ત્યારે એ હુકમમાં ત્રણ મહિનાઓ ચૂંટણી મુલતવી રાખવી અને ત્યાં સુધી વહીવટી વડાને વહીવટી કરવાની મંજૂરી આપવા સાથે સર્વોચ્ચ અદાલતે ફેબ્રુઆરીના અંત પહેલા બધી જ પક્રિય પૂર્ણ કરવાનો સ્પષ્ટ આદેશ આપેલો છે.

આ પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત 21 જાન્યુઆરી થશે અને 21 થી 25 ફેબ્રુઆરી દરમિયાન બંને તબક્કામાં મતદાન યોજાય તેવી પૂરી શક્યતા છે.રાજ્ય ચૂંટણી પંચ આ વખતે કોઈપણ વોર્ડ બેઠક માટે ઓનલાઈન વોટિંગ નો વિકલ્પ આપવાનો નથી.

ઉમેદવારોને કોરોના મહામારી ની સ્થિતિમાં ઓનલાઈન ફોર્મ ભરવાની છુટ આપવામાં આવી છે.જાન્યુઆરીની આ તારીખે સ્થાનિક ચૂંટણીઓની જાહેરાત થવાની મોટી શક્યતા.ત્યાં સુધી વહીવટી વડાને વહીવટી કરવાની મંજૂરી આપવાા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!