આ સંભવિત તારીખે ગુજરાત રાજ્યમાં યોજાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, જાણો સમગ્ર મામલો.

Published on: 3:27 pm, Thu, 21 January 21

આજ રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ પહોંચ્યા હતા અને વિકાસના કામોની જાહેરાત તેમજ ખાતમુરત પણ કરી રહ્યા છે. અમદાવાદમાં પણ અમિત શાહને હાથે વધુ એક ભેટ અમદાવાદની અપાય છે.ત્યારે ગાંધીનગરથી સૂત્રો દ્વારા ચૂંટણીની તારીખો.

અંગેની અટકળો તેજ બની છે. જાણો ક્યારે ગુજરાત રાજ્યમાં યોજાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને જીતવા.ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ એડીચોટીનું જોર કરી રહ્યા છે.

આ પરિસ્થિતિ વચ્ચે ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવે એવું ગાંધીનગરથી સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.સુત્રોની મદદથી મળતી માહિતી મુજબ ફેબ્રુઆરીના અંતમાં ચૂંટણી યોજાય તેવી પૂરી શક્યતા છે.

આગામી ટૂંક સમયમાં યોજાશે છ મહાનગરપાલિકાની ચૂંટણી એવામાં જો સૂત્રોનું માનવામાં આવે અમદાવાદ-વડોદરા,સુરત,ભાવનગર, જામનગર અને રાજકોટ માં મહાનગરપાલિકા ની.

ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજાય અને 31 જીલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત, 81 નગરપાલિકાની ચૂંટણી 28 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!