ગુજરાત રાજ્યમાં યોજનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ આજરોજ સાંજે જાહેર થઈ શકે છે. ગાંધીનગરમાં ગણગણાટ છે કે આજ સાંજ સુધીમાં ચૂંટણી ની તારીખ જાહેર થઈ જશે.આ અંગે ચૂંટણી પંચ પણ પૂરેપૂરું જોર લગાવી રહ્યું છે.
રાજકીય વર્તુળો નું માનીએ તો આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.સુપ્રીમ કોર્ટમાં ચુકાદો સરકાર તરફી ના આવે તો પણ ચૂંટણી યોજાઈ શકે છે. આજરોજ સાંજે રાજ્યમાં ચૂંટણીની તારીખ જાહેર થાય.
તેવી સંભાવનાઓ જોવા મળી રહે છે.અને રાજ્યના ચૂંટણી પંચે તમામ સ્ટાફ ની રજા પણ રદ કરી દીધી છે. છ મહાનગરપાલિકાની ચૂંટણીઓ કરવામાં આવશે અને તેનું પ્રથમ 21મી ફેબ્રુઆરીએ હાથ ધરાય તેવી સંભાવનાઓ છે.
બીજા તબક્કામાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાઈ શકે છે અને 81 નગરપાલિકાની ચૂંટણીઓ પણ બીજા તબક્કામાં યોજાઈ શકે છે.31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ શકે છે.
બીજા તબક્કાનું મતદાન 28 ફેબ્રુઆરીએ થાય અને માર્ચ મહિનામાં મત ગણતરી થાય તેવી સંભાવનાઓ આવી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment