હરેકૃષ્ણ ડાયમંડ કંપનીના માલિક એવા સવજી ધોળકિયાને તો આપ સૌ જાણતા જશો કે જેમણે પોતાના કર્મચારીઓને કંપની પ્રત્યે જુસ્સો વધારવા માટે કંઈક ને કંઈક બોનસ આપતા રહે છે. એવામાં જ આપ સૌ જાણતા જશો કે તેમણે પોતાના કર્મચારીઓને મારુતિ કાર બોનસ તરીકે આપી હતી.
ઘણી એવી કંપનીઓ હોય છે કે જેઓ પોતાની કંપની માટે નફો વધારવા માટે તેમજ તેમનું નામ ટોપ પર આવે તેવા હેતુથી બને તેટલી મહેનત કરતા હોય છે. જ્યારે લોકો કોઈ પણ જગ્યાએ જોબ કરે છે,ત્યારે તેમાં પૂરી ઈમાનદારી દાખવીને કામ કરે છે ત્યારે એક કંપનીના માલિક દ્વારા તેમને કંઈક ને કંઈક રીતે પોતાના કર્મચારીઓનું સન્માન કરતા હોય છે.
એવો જ એક કિસ્સો ચેન્નઈમાંથી સામે આવ્યો છે. આજે ચેન્નઈ સ્થિત એક આઇટી કંપનીમાં તેમના કર્મચારીઓને આશ્ચર્યચકિત કરી દે એવી ભેટ આપી છે. વાત જાણે એમ છે કે આ કંપનીનું નામ kissflow છે. જેમાં તેમણે 5 વરિષ્ઠ કર્મચારીઓને BMW લક્ઝરીઝ કાર સરપ્રાઈઝ ગિફ્ટ તરીકે ભેટમાં આપી ત્યારે કર્મચારીઓની ખુશી નો પાર ન રહ્યો.
આ કારની કિંમત આશરે જોવા જઈએ તો 1 કરોડ કરતાં પણ વધારે છે જે કાર 5.1 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે અને પીકપ ની દ્રષ્ટિએ પણ ઉત્તમ ગુણવત્તા ધરાવે છે. આ IT કંપનીમાં માલિકે પોતાના કર્મચારીઓએ કંપની પ્રત્યે ઈમાનદારી દાખવી.
તેથી હજુ પણ કર્મચારીઓને કંપની પ્રત્યે જુસ્સો વધે તેવા હેતુથી 5 કર્મચારીઓને કાર ભેટમાં આપવાનું નક્કી કર્યું અને એ કંપનીના 10 મા સ્થાપના દિવસે જ સીઈઓએ પાંચ કર્મચારીઓને કાર ભેટમાં આપી. આ કંપનીના બોસે પહેલા પણ કહ્યું હતું કે આ એનિવર્સરી તેમના માટે કંઈક ખાસ હશે.
View this post on Instagram
એવા માણસ કર્મચારીને લાગ્યું કે બોસ તેમને ડિનર માટે આમંત્રિત કરશે અને કા તો બીજી કંપનીની જેમ સોનાના ઘરેણા અથવા સિક્કાઓ આપશે પરંતુ બૌદ્ધ કંઈક અલગ જ સરપ્રાઇઝ આપી અને આ પાંચેય કર્મચારીઓને BMW ની ચાવી આપી. જે જોઈને કર્મચારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment