માં તે માં બીજા બધા વગડાના વા : આ વિધવા મહિલા છેલ્લા 36 વર્ષથી પુરુષ બનીને રહે છે, આવું કરવા પાછળનું કારણ જાણીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે…

Published on: 5:12 pm, Mon, 16 May 22

આજે આપણે એક એવા કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જે એક 57 વર્ષની મહિલા છેલ્લા 36 વર્ષથી પુરુષ બનીને જીવી રહી છે. ત્યારે સમાજમાં પોતાની દીકરીને એકલા હાથે ઉછેરવા માટે તેમણે આવું કરવા મજબૂર બની હતી. સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે ત્યારે આ મહિલાની વાત સાંભળીને સૌ કોઈ લોકો આશ્ચર્ય થઇ જશો.આ કિસ્સો છે તમિલનાડુના ઠુથુકુડી જિલ્લામાં કે જ્યાં એક 57 વર્ષની મહિલા 36 વર્ષથી પુરુષ બનીને જીવી રહી છે.

ત્યારે તેના દ્વારા જાણવા મળ્યું ત્યારે એ પેચિયામલ્લમ નામની આ મહિલા તેના પતિનું મોત તેના લગ્નના 15 દિવસમાં જ થઈ ચૂક્યું હતું. ત્યારે તેઓ માત્ર વીસ વર્ષના છતાં તેમને બીજા લગ્ન કરવા માંગતા ન હતા. આ મહિલા કટુનાયકપટ્ટી નામના ગામમાંથી હતા. જ્યાં સમાજ પુરુષપ્રધાન હોઇ છે. ત્યારે વાત કરીએ તો થોડા સમય બાદ તેમને એક દીકરીને જન્મ આપ્યો અને ઘર ચલાવવા માટેનું કામ શરૂ કર્યું ત્યારે કહેવાય છે કે એક ગામમાં માટે કામ કરવું સહેલું ન હતું તે ખૂબ જ પરેશાન હતી અને તેમને લોકો દ્વારા પરેશાન પણ કરવામાં આવતી હતી.

તેણે પોતાની બાળકી ના ઉછેર માટે construction sites, હોટેલ, ચાની દુકાન, અનેક જગ્યાઓએ કામ કર્યું અને પોતાની દીકરીને ઉછેરી. પરંતુ બધી જગ્યાએ તેમને હેરાન પરેશાન કરવામાં આવતી હતી. અંતે તેણે નક્કી કર્યું કે પુરુષ બનીને રહીશ અને તેણે મંદિરમાં જઈને પોતાના કેશ દાન કરી દીધા અને સાડીની જગ્યાએ શર્ટ અને લૂંગી પહેરવાનું શરૂ કર્યું.

જ્યારે તેમને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે પોતાનું નામ બદલ્યા પછી લગભગ 20 વર્ષ પહેલા કટુનાયકપટ્ટી ગામના હતા તેવું જણાવ્યું હતું. આ મહિલા છેલ્લા ૩૦ વર્ષથી આવી જ રીતે કાર્ય કરતી આવે છે ત્યારે તેમણે જણાવ્યું હતું કે પેઇન્ટિંગ કર્યા, ચા બનાવી, પરાઠા બનાવ્યા તો દિવસ ની મજૂરી અનેક કામો કર્યા છે.  પરંતુ તેમાં મને ખૂબ જ હેરાન પરેશાન કરવામાં આવી હતી.

ત્યારે મેં કામ કરીને રકમની એક એક કોડીને જોડી મારી દીકરી ની મોટી કરી અને થોડા સમયમાં જ તમારી ઓળખ બની ગઈ અને આધાર વોટર આઇડી અને બેક એકાઉન્ટ સહિતના તમામમાં મારું નામ લખાય છે. હાલ તો તેમની દીકરી ના લગ્ન થઈ ગયા છે. પરંતુ હજુ પણ તેઓ પુરુષની જેમ જ જીવન જીવી રહી છે તેમનું કહેવું છે કે છેલ્લી ઘડી સુધી હું આમ જ રહીશ.

સ્પેશિયલ મજૂરી કામ કરવા માટે હવે સક્ષમ નથી, ત્યારે તેણે એક વર્ષ પહેલા જ પોતાની મહિલા તરીકે ઓળખ પર મનરેગા જોબકાર્ડ મેળવ્યું અને હવે તે વૃદ્ધ થઈ ગઈ હોવાથી કામ ન કરી શકતી હોવાથી તેણે સરકારને અપીલ કરી છે કે થોડી આર્થિક મદદ કરો. એવામાં જ કલેકટર ડોક્ટર કે સેંથીલ રાજે આ અંગે જણાવ્યું હતું કે તેઓ જોશી કે કોઈ સોશ્યલ વેલ્ફેર સ્કીમ અંતર્ગત મને કોઈ મદદ મળી શકે છે કે નહીં એ જાણીને આ મહિલાની મદદ કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "માં તે માં બીજા બધા વગડાના વા : આ વિધવા મહિલા છેલ્લા 36 વર્ષથી પુરુષ બનીને રહે છે, આવું કરવા પાછળનું કારણ જાણીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે…"

Leave a comment

Your email address will not be published.


*