તણખલાની જેમ કાર પાણીમાં તણાઈ ગઈ…! વહેતા પાણીમાં લોકોની નજર સામે કાર પાણીમાં તણાઈ ગઈ, કારચાલકને તો માંડ માંડ…જુઓ વિડિયો

દેશના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. અનેક જગ્યાએ તો ધોધમાર વરસાદના કારણે પુર જેવી પરિસ્થિતિઓ પણ જોવા મળી હતી. ત્યારે આવી પરિસ્થિતિમાં ઘણી જગ્યાઓ પર રોડ પરથી નદીના પાણી વહેતા થવા લાગ્યા છે.

તમે ઘણા એવા લોકોને જોયા હશે જેવો નદીના વહેતા પાણીમાં રોડ કે પુલ ક્રોસ કરવાનો પ્રયાસ કરતા હોય છે અને તેઓ કાર કે બાઈક સાથે પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ જતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાણીના જોરદાર પ્રવાહમાં એક કાર તણખલાની જેમ પાણીમાં તણાઈ ગઈ હતી.

હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહ્યો વીડિયો જોઈને થોડીક વાર તો ભલભલા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો જમ્મુ કશ્મીરના સાંબામાં કુદરતનો કહેર જોવા મળ્યો હતો.

આટલો વરસાદ પડ્યો કે કોઝવે પરથી પાણી વહેતું થવા લાગ્યું હતું. જેના કારણે લોકોને વાહન વ્યવહારમાં ભારે મુશ્કેલી પડી રહી હતી. જેમાં એક કાર તણખલાની જેમ કોઝવે પરથી પસાર થતા પાણીમાં તણાઈ ગઈ હતી. ભારે વરસાદના કારણે કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

એવામાં કોઝવે પરથી પસાર થતાં જોરદાર પાણીના પ્રવાહ વચ્ચે એક કાર ચાલક ત્યાંથી કાર પસાર કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે ગણતરીની સેકન્ડમાં જ કાર પાણીમાં તણાઈ ગઈ હતી. આ ઘટનામાં કારમાં સવાર કાર ચાલક યોગ્ય સમયે કારમાંથી બહાર નીકળી ગયો હતો.

તેથી તેનો જીવ બચી ગયો હતો. ત્યાં ઉભેલા કેટલાક લોકોએ આ ઘટનાના દ્રશ્યો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધા હતા. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*